જોડિયા તાલુકાના પીઠડ ગામે એક સાથે અડધો ડઝન દુકાનોમાં ચોરી

0
1095

જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના પીઠડ ગામે એક સાથે અડધો ડઝન દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી ચોરી આચરી હોવાની ઘટના સાથે આવતા નાના એવા ગામમાં સોપો પડી ગયો છે.  ચોરીની રકમ નાની છે પણ એક સાથે ચોરીની ઘટનાઓથી પોલીસની નિષ્ક્રિયતા છતી થઇ છે.

જામનગર જીલ્લાના જોડિયા તાલુકા મથકથી ૩૨ કિમી દુર આવેલ પીઠડ ગામે મેઇન બજારમાં આવેલ પાચ છ દુકાનોમાં એક સાથે ચોરી થવા પામી હતી. જેમાં મહેશભાઇ ભાણજીભાઇ હોથી પટેલ રહે-પીપળાચોક, પીઠડગામ તા-જોડીયા જી-જામનગર વાલાની દુકાન સહીત અન્ય દુકાનોમાં તસ્કરોએ દુકાનના સટર ઉચા કરી તોડી તથા દરવાજાના નકુચાઓ તોડી દુકાનોમાંથી કુલ રોકડા રૂ. ૧૮,૩૫૦ની ચોરી કરી નાશી ગયા હતા. આ બાબતે જોડિયા પોલીસે દુકાનદાર મહેશભાઈની સંયુક્ત ફરિયાદ નોંધી હતી. એક સાથે બનેલ ચોરીની ઘટનાઓને લઈને જોડિયા પીએસઆઈ ડી.પી.ચુડાસમા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here