દેવભૂમિ દ્વારકા : કાર-મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બેનાં મોત

0
1735

જામનગર : દેવભૂમિ  દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકાના વેરાડ ગામ નજીક પુર ઝડપે દોડતી કારે જોરદાર ઠોકર મારતા બાઈક સવાર બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજયા છે. આ બનાવના પગલે નાશી છુટેલ કાર ચાલકની સામે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકા મથક નજીક આવેલ વેરાડ ગામ પાસે આજે પુર ઝડપે દોડતી એક કારે જોરદાર ઠોકર મારતા મોટરસાયકલ સવાર બંને વ્યક્તિઓ ફંગોળાઈ ગયા હતા. જેમાં મોટરસાયકલ ચાલક શંકરભાઈ લક્ષમણભાઈ મીણા અને મલુભાઈ મીણાને માથા સહિતના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા બંનેના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજયા છે. આ બનાવના પગલે કાર ચાલક નાશી ગયો હતો. બનાવની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોચી મૃતદેહનો બંનેનાં મોત નિપજાયા હતા, આ બનાવના પગલે શ્રમિક પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here