સિક્કા : જીલ્લાની એક માત્ર નગરપાલિકા ખંડિત બની, એકય પક્ષને બહુમતી ન મળી

0
448

જામનગર : જામનગર જિલ્લાની એક માત્ર સિક્કા નગરપાલિકાની યોજાયેલી ચુંટણીમાં એકય પક્ષને બહુમત ન મળતા અહીં ખીચડા શાસનની સંભાવનાઓ સામે આવી છે. અહીં 28 પૈકી કોંગ્રેસને 14, ભાજપને 12 અને 2 બેઠક એનસીપીને ફાળે જતા એકય પક્ષ બહુમતી મેળવી શકયો નથી ત્યારે આગામી દિવસોમાં ભાજપ કોંગ્રેસ દ્વારા ભાંગ ફોડની રાજનીતી અપનાવામાં આવશે અને જે પાર્ટી રાજકીય દાવ-પેચમાં સફળ થશે તે સત્તા સંભાળશે.

જામનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજયની સંસ્થા એવી સિક્કા નગરપાલિકામાં 70 ટકા જેટલુ તોતીંગ મતદાન થયું હતું. સિક્કા નગરપાલિકાના 7 વોર્ડમાં 28 બેઠકો માટે ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષો તથા અપક્ષો સહિત 84 ઉમેદવારો વચ્ચે આખરી જંગ ખૈલાયો હતો. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે સાત રસ્તા નજીકના ઓશવાળ સેન્ટર ખાતે મતગણત્રી શરૂ થઇ હતી. જેમાં શરૂઆતના તબક્કેથી જ કોંગ્રેસે વિજય મેળવવાની શરૂઆત કરી હોય તેમ વોર્ડ.નં.1માં ટાઇ પડી હોય તેમ ભાજપ અને કોંગ્રેસના બબ્બે ઉમેદવારો વિજેતા થયા છે. આ જ સીલસીલો ફરી વખત વોર્ડ.નં.2માં પણ દોહરાયો હોય તેમ ભાજપ અને કોંગ્રેસના ફાળે બબ્બે બેઠકો રહેવા પામી છે. જયારે વોર્ડ.નં.3માં કોંગ્રેસે ભાજપના સુપડા સાફ કરી નાખી ચારે-ચાર બેઠક કબ્જે કરી હતી.

જયારે વોર્ડ.નં.4માં પણ કોંગ્રેસનું બુલડોઝર ફરી વળતા વધુ એક પેનલ કબ્જે કરી છે. કોંગ્રેસના ગઢ ગણાતા વોર્ડ.નં.4માં પણ ચારે-ચાર ઉમેદવારો વિજેતા થતા કોંગ્રેસ બહુમતીમાં આવી ગયું હતું. અંતિમ સ્થિતિ મુજબ કુલ સાત વોર્ડ પૈકી 28 બેઠકોના પરિણામ તરફ નજર કરીએ તો  ભાજપને 12 જયારે કોંગ્રેસને 14 અને એનસીપીના ફાળે બે બેઠકો ગઇ છે. જયારે આગામી દિવસોમાં ભાજપ-કોંગ્રેસ દ્વારા ભાંગ તોડની નીતિ અપનાવશે એ ચોક્કસ બાબત છે.             

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here