સનસનાટી : જામનગરથી કચ્છ લઇ જવાયેલ કસ્ટમનું એક કરોડ દસ લાખનું સોનું ગાયબ, વાંચો સમગ્ર ઘટના

0
567

જામનગર : જામનગર કસ્ટમમાં જમાં રહેલ કચ્છ કસ્ટમ ડીવીજનના સોના પૈકીના બે કિલો સોનાની ચોરી થયાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાવાઈ છે. ભૂકંપ બાદ ભવન ધરાસાઈ થઇ જતા જામનગર કસ્ટમમાં સિફટ કરવામાં આવેલ સોનું ચાર વર્ષ પૂર્વે પરત કરતી વખતે ગાયબ જણાતા ફરિયાદ નોંધાવવામાં આવી છે. રૂપિયા એક કરોડ દસ લાખની કીમતના સોનાની ચોરી થયાની ચાર વર્ષ પૂર્વે જ ખરાઈ થઇ ગઈ હોવા છતાં મોડે મોડેથી નોંધાયેલ ફરિયાદે આશ્ચર્ય ફેલાયું છે.

જામનગર કસ્ટમ વિભાગમાં ખળભળાટ મચાવનાર સોનાની ચોરીના આ બનાવની વિગત મુજબ, શહેરના શરુ સેક્શન રોડ પર પોલીસ હેડકવાર્ટર સામે આવેલ કસ્ટમ ડીવીજનના કર્મચારી રામસીંગ શીવકુમારસીંગ યાદવે સીટી બી ડીવીજન પોલીસમાં પોતાના જ કોઈ અજાણ્યા કર્મચારી સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં સને ૧૯૮૨ અને ૧૯૮૬ માં કસ્‍ટમ ડીવીઝન ભુજ દ્વારા રેઇડ કરી કબ્‍જે કરવામાં આવેલ સોનાના સેમ્પલો વર્ષ ૨૦૦૧માં જામનગર ડીવીજન સિફટ કરવામાં આવ્યા હતા.

ભૂજનું કસ્ટમ હાઉસ જર્જરિત થઇ જતા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સોના અને ચાંદીના આઠ સેમ્પલ જામનગર કસ્ટમના સ્ટોરમાં જુદી જુદી સુટકેસમાં સીલ લગાવી રાખી  દેવામાં આવ્યા  હતા. દરમિયાન ભવન બની જતા કચ્છ કસ્ટમ દ્વારા વર્ષ ૨૦૧૬માં સોનું પરત લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે તે સમયે પંચ અને જામનગર-કચ્છ કસ્ટમના અધિકારીઓની હાજરીમાં સોનાના પાર્સલ ભુજ લઇ જવામાં આવ્યા હતા. દરમિયાન દસ દીવસ પછી કચ્છ કસ્ટમ દ્વારા જામનગર કસ્ટમને પત્ર વ્યવહાર કરી લઇ જવાયેલ પાર્સલમાંથી બે કિલો એકસો અને ૫૬ ગ્રામ સોનું ઓછું હોવાનું જણાવ્યુ હતું. ચાર વર્ષ સુધી બંને વિભાગ વચ્ચે ચાલેલ પત્રવ્યવહાર બાદ અમદાવાદ હેડ ઓફીસ દ્વારા જામનગર ઓફીસને પોલીસ ફરિયાદ કરવાનાના આદેશ કરવામાં આવ્યા હતા. જેને લઈને ગઈ કાલે રાત્રે સીટી બી ડીવીજનમાં ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદ મુજબ સને ૨૦૦૧ માં ઘરતીકંપના કારણે કસ્‍ટમ ડીવીઝન જામનગર ખાતે લાવવામાં આવેલ અને તા.૧૮/૧૦/૨૦૧૬ રોજ કસ્‍ટમ ડીવીઝન ભુજને પરત સોંપતા સમયે આ સેમ્‍પલોની ચકાસણી કરતા તેમાંથી કુલ પાંચ સેમ્‍પલોમાંથી ૨૧૫૬.૭૨૨ ગ્રામ સોનુ જેની હાલની બજાર કિંમત રૂ.૧,૧૦,૦૦,૦૦૦/- થાય તે ઓછુ નીકળયુ હોવાનો ઉલ્લેખ કરાયો છે. કોઇપણ સરકારી કર્મચારીએ સરકારી મીલકત હોવાનુ જાણતા હોવા છતા કોઇપણ રીતે અંગત ફાયદા માટે ચોરી કરી લીધી હોવાનું સામે આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here