સંવેદના : સમજણ શક્તિ વિહોણા નેપાળી યુવાને દવા પી જીવ દીધો, આવું કેમ?

0
591

જામનગર: જામનગર નજીક લાખાબાવળ ગામ ખાતે આવેલ મંદબુદ્ધિના બાળકોની શાળામાં રહેતા એક નેપાળી યુવાને ઝેરી દવા પી આપઘાત કર્યો છે. નેપાળી યુવાન એકલવાયું જીવન જીવતો હોવાનું અને સમજણ શક્તિ નહિ ધરાવતો હોવાનું જાહેર થયું છે ત્યારે સવાલ એ છે કે સમજણ શક્તિ નહિ ધરાવનાર યુવાન કાઈ રીતે ઝેરી દવા પી આયખું ટૂંકાવી શકે ? પોલીસે આ બનાવ અંગે તપાસ હાથ ધરી છે.

જામનગર નજીકના લાખાબાવળ ગામે આવેલ સંવેદના મંદબુદ્ધિના બાળકોની શાળાના ક્વાર્ટરમાં કરૂણ બનાવ બન્યો હતો. જેની વિગત મુજબ, લાખાબાવળ રોડ સંવેદના મંદબુધ્ધિના બાળકોની શાળામા ગણેશબહાદુર પ્રતાપ બહાદુર થાપા ઉવ.૨૨ વાળા યુવાને ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન સ્ટાફ દ્વારા યુવાનને જામનગર ખસેડવામાં આવ્યો હતો. જયા લાંબી સારવાર બાદ યુવાનનું ગઈ કાલે મૃત્યુ નિપજયુ હતું. આ બનાવ અંગે અહીંની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અરજણભાઇ લાલજીભાઇ ડાભીએ જાણ કરતા પંચકોશી બી ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મરણ જનાર પોતે એકલવાયુ જીવન જીવતા હોઇ તથા ખાસ સમજણ શકિત ના હોઇ જેથી પોતાની જાતે ખડમા છાટવાની જંતુનાશક દવા પી જતા મૃત્યુ પામ્યા હોવાનું શિક્ષક અરજનભાઈએ પોલીસમાં જાહેર કર્યું છે. સમજણ શક્તિ જ ન હોય તો કોઈ વ્યક્તિ દવા કેમ પીવે ? સહિતની બાબતોનો તાગ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here