નફફટ : તુ મસ્ત આઈટમ હૈ, મેરા ક્યાં બિગાડ લેગી ? સુરતમાં મહિલા પોલીસની બે લુખ્ખાઓની છેડતી, પછી થયું આવું

0
530

જામનગર અપડેટ્સ : એક તરફ થર્ટી ફર્સ્ટની પાર્ટી મનાવવા અનેક ટપોરીઓ તલપાપડ હતા ત્યારે રાજ્યભરમાં પોલીસે કડક પહોરો ભરી છેલબટાઉ સખ્સો સામે કાયદાનો દંડો ઉગામ્યો હતો. પરતું સુરતમાં વિપરીત ઘટના ઘટી  હતી અહી એક ચોક્કસ વિસ્તારમાં રાત્રી ફરજ બજાવતી મહિલા પોલીસકર્મીની બે છેલબટાઉ સખ્સોએ છેડતી કરી, જો કે આ બીના બાદ પોલીસે આ બંન્ને સખ્સોને સારી એવી કાયદાકીય નસીહત આપી હતી. પરંતુ સવાલ એ છે કે કાયદાના રક્ષક મહિલાની છડેચોક છેડતી થતી હોય તો આમ મહિલાઓ કેટલું સુરક્ષિત હોઈ શકે ?

૩૧મી ડીસેમ્બરના રોજ ચાર  મહાનગરમાં તો કર્ફ્યું લાગુ કરી દેવામાં આવ્યો હતો. ચાર પૈકીના સુરતમાં ઘટના ઘટી એ ઘટના સામાન્ય ન કહી શકાય, અહી રાત્રે પુણા વિસ્તારમાં રેશમા રો હાઉસના બ્રીજ નીચે ફરજ બજાવતી એક મહિલા પોલીસકર્મીની બે સખ્સોએ જાહેરમાં છેડતી કરી હતી. ‘તું મસ્ત આઈટમ હૈ, મેરા ક્યાં બિગાડ લેગી’ કહી મોપેડ પર જતા સખ્સોએ છેડતી કરી હતી. અપશબ્દો બોલી બંને સખ્સો મોપેડ લઇ નાશી ગયા હતા. ત્યારબાદ પોલીસે પીછો કરી બંને સખ્સોને આંતરી લીધા હતા. મૂળ રાજસ્થાનના એક સગીર અને એક યુવકને પોલીસે આતરી લઇ કાયદાકીય ભાષામાં નસીહત આપી હતી. મૂળ રાજસ્થાનના બંને સખ્સો અહીની કેટરિંગમાં કામ કરતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બન્ને સખ્સોની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here