નફ્ફટ: દાયકા પૂર્વે લાંચ લેતા પકડાયેલ બાબુ ફરી લાંચ લેતા પકડાયો

0
311

અમદાવાદ મહાનગરપાલિકા ના ઢોર નિયંત્રણ શાખામાં ફરજ બજાવતા સેનેટરી ઇન્સ્પેક્ટર વધુ એક વખત લાંચ લેતા પકડાયા છે. બે પશુપાલકો પાસેથી ઢોર નહીં પકડવા માટે રૂપિયા 4500ની લાંચની માંગણી કરી હતી. જેને લઈને એસીબીએ આજે છટકું ગોઠવી વર્ગ-3 ના કર્મચારીને લાંચ લેતા પકડી પાડ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર ત્રાસ અંકુશ વિભાગમાં સેનેટરી ઇન્સપેકટર તરીકે ફરજ બજાવતા ત્રીજા વર્ગના કર્મચારી પિયુષકુમાર જગદીશચંન્દ્ર વ્યાસએ ફરીયાદી તથા તેના સગા એવા પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલ ધંધાર્થીઓ પાસેથી લાંચ માંગી હતી. પોતાના ઢોર પોતાના વાડામાં બાંધતા હોય પરંતુ ઘણી વખત તેઓના ઢોર તેમના ઘરના આજુબાજુ છોડવા પડતા હોય છે. જેથી આરોપીએ અવાર નવાર ફરીયાદી તથા તેમના સગાના ઢોર પકડી જવાની ધમકી આપતા હતા. જો ઢોર ના પકડાવવા હોય તો હપ્તાની માંગણી કરી, ફરીયાદી પાસે મહિના ના રૂ.૧૦૦૦તથા તેના સગા પાસે માસિક રૂ.૫૦૦ લેખે કુલ ૧૧ મહિનાના રૂ.૫૫૦૦ આપવાની માંગણી કરી હતી. પરંતુ રકઝકના અંતે રૂ.૩૫૦૦માં નક્કી થયું હતું. જેને લઈને ફરીયાદી પાસે ચાલુ મહિનાના રૂપિયા ૧૦૦૦ લેખે કુલ મળી રૂ.૪૫૦૦ ની લાંચની હેતુલક્ષી વાતચીત કરી હતી. પરંતુ ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ના હોય, જેથી એસીબી નો સંપર્ક કર્યો હતો. જેને લઈને એસીબીએ આજરોજ લાંચનુ છટકુ ગોઠવ્યુ હતું.

એસીબીએ અમદાવાદમાં જ મકાન નં-૩૬, નરહરી સોસાયટી, ભુલાભાઇ પાર્ક ચાર રસ્તા, કાંકરીયા ખાતે છટકું ગોઠવી આરોપી બાબુને કુલ રૂ.૪૫૦૦ની લાંચની રકમ પંચની હાજરીમાં સ્વીકારી સ્થળ પર પકડી પાડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ જ આરોપી વર્ષ ૨૦૧૨માં અન્ય ફરિયાદીના કારખાનાનું લાયસન્સ અને પાણીના નિકાલ બાબતે તથા આર.ટી.આઇ. ની માહિતી પૂરી પાડી કારખાનાને લગતી કોઈ નોટિસ નહીં આપવાના બદલામાં રૂપિયા ૧૦,૦૦૦ ની લાંચ લેતા એસીબીએ પકડી પાડ્યો હતો. જેના વિરૂધ્ધ અમદાવાદ શહેર એસીબીમાં ગુનો દાખલ થયેલ, જે ગુનામાં આ આરોપી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here