સલાયા: 3 માસ સુધી તડીપાર આરોપી ઘરે આવ્યો, પોલીસને થઈ જાણ..પછી

0
297

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ખાતે થયેલ હત્યા પ્રયાસ અને રાયોટિંગના ગુન્હાના એક આરોપીને તડીપાર કરાયા બાદ આરોપી સલાયા આવ્યો હોવાની હકીકતના લઈને સલાયા પોલીસે તેના ઘરે દરોડો પાડ્યો હતો. દરમિયાન ઘરમાં રહેલા આરોપી છરી સાથે ભાગી જવાનો પ્રયાસ કરતા પોલીસે તેને છરી આંતરી લઈ વધુ એક ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દ્વારકા જિલ્લાના સલાયા ખાતે ગત મહિને જૂથ અથડામણ થવા પામી હતી. હત્યા પ્રયાસ સંબંધિત નોંધાયેલી ફરિયાદના આરોપી એવા એજાજ રજાકભાઈ સંઘારને સલાયામાંથી તડીપાર કરવામાં આવ્યો હતો. ત્રણ મહિના સુધી સલાયામાં પ્રવેશ કરવો નહીં એ શરતે જામીન મુક્ત થયેલ આ આરોપીએ શરતનો ભંગ કર્યો હોવાની વિગતો સલાયા પોલીસને ધ્યાને આવી હતી. એજાજ સંઘાર નામનો આરોપી સલાયામાં પોતાના ઘરે આવ્યો હોવાની પોલીસને ચોક્કસ હકીકત મળતા ગઈકાલે આ દિશામાં કાર્યવાહી કરવામાં આવી હતી.

બપોરે ત્રણેક વાગ્યાના સમયે પોલીસે આરોપીના સલાયામાં મેઇન બજારમાં જલારામ પાન પાસે આવેલ નિવાસ્થાને દરોડો પાડયો હતો. જેને લઇને આરોપીને ભનક આવી જતા તે હાથમાં છરી લઈ ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આરોપી નાસી જાય તે પૂર્વે પોલીસે આ શખ્સને તુરંત આંતરી લઇ જીપી એકટ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here