પીઆઈએ મહિલા વકીલને કહ્યું.. તારા જેવી 100-150 અહીં સૂવા આવે છે

0
1065

અમદાવાદના બાપુનગર પોલીસ દફતરના પીઆઈ અને તેના સ્ટાફ સામે મહિલા વકીલે ગંભીર આક્ષેપ લગાવ્યા છે. દારૂ કેસમાં પોતાના ભાઈને છોડાવવા ગયેલ મહિલા વકીલ સાથે પીઆઈએ અભદ્રતાભરી  ભાષાનો ઉપયોગ કરી તેના ભાઈને સખ્ત માર માર્યો હોવાની ફરિયાદ કરી છે.

એક તરફ દુનિયા મહિલા દિવસની ઉજવણીમાં રત હતું બીજી તરફ ચરિત્રની દ્રષ્ટિએ યોગ્ય ન  કહી શકાય તેવી વાણી પીઆઈ દ્વારા ઉચ્ચારવામાં આવ્યાના આક્ષેપને લઈને પોલીસની આબરૂ દાગ દાબ થઈ છે. તો બીજી તરફ દારુ પી જાહેરમાં છાકટા બનેલ મહિલા વકીલના ભાઈ સાથે પોલીસે કરેલ કાયદેસરની કાર્યવાહી બાદ મહિલા વકીલે પોલીસ દફતર આવી હંગામો કરતા પોલીસે તેણીની સામે ફરિયાદ નોંધી છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જ અમદાવાદનું બાપુનગર પોલીસ સ્ટેશન વિવાદમાં આવ્યું છે. દારૂ સબંધિત કાર્યવાહી બાદ પોલીસ એક સખ્સને પોલીસ દફતર લઇ ગઈ હતી. આ બાબતની સખ્સની વકીલ બહેનને જાણ થઇ હતી. જેને લઈને તે તેની માતા સાથે પોલીસ દફતર પહોચી હતી. પોલીસ દફતરમાં પોતાના ભાઈને લોહી લુહાણ હાલતમાં જોતા જ મહિલા વકીલે પોલીસ સ્ટાફને ભાઈની હાલત વિષે પૂછ્યું હતું. લાજવાને બદલે પોલીસે રોફ જાળી મહિલા વકીલ સાથે ગંદી ભાષાનો ઉપયોગ કર્યો હતો. મહિલા વકીલના દાવા મુજબ પોલીસ સ્ટેશન બહાર હાંકી કાઢવા પ્રયાસ કરી પીઆઈએ તેને કહ્યું હતું કે, તું વકીલ છે તો શું થયુ ? તારા જેવી 100-150 અહીં સૂવા આવે છે. રાત્રે તારો પણ વહીવટ થઈ જશે, આ ઉપરાંત પીએસઆઈ અને અન્ય સ્ટાફે પણ યોગ્ય વર્તન કર્યું હોવાની ફરિયાદ તેણીએ કરી છે. પીએસઆઈ સામે પણ તેણીએ ગંભીર આક્ષેપ કરી કહ્યું હતું કે મારી સામે ફરિયાદ નોંધી, પીએસઆઈ અને સ્ટાફે માર માર્યો  હતો. મહિલા વકીલના આરોપી મુજબ પીએસઆઈએ કહ્યું હતું કે હવે તો કેવી રીતે વકીલાત કરે છે જોઈ લઈશ, તારી સનદ રદ કરાવી નાખીશ, તારા રિપોર્ટ પણ બધી જગ્યાએ આપી દઈશ. ફોન પણ ઝુંટવી લેવામાં આવ્યો હોવાનો આરોપ તેણીએ લગાવ્યો હતો. કોર્ટમાં રજુ કરતી વખતે પણ પીએસઆઈએ મહિલા વકીલને ધમકાવ્યા હોવાના આરોપ ખુદ મહિલા વકીલે લગાવ્યા છે. બીજી તરફ પોલીસ સ્ટેશનમાં ઘુસી કાઠલો પકડીને મહિલા વકીલે પીએસઆઈને ધાકધમકી આપી હોવાની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું પોલીસનું કહેવું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here