જામનગર: આર્મી કર્નલની કારને ત્રણ માસ પૂર્વે અન્ય કાર ચાલકે ઠોકર મારી

0
843

જામનગરમાં ગત ડીસેમ્બર માસના ગાળાના બીજા સપ્તાહમાં શહેરના સાત રસ્તા સર્કલ પાસેથી મિત્રની  કાર લઇ પસાર થતા આર્મીના કર્નલની કારને અન્ય કારના ચાલકે ઠોકર મારી અકસ્માત નિપજાવ્યો હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. કારમાં નુકશાની પહોચાડી પોતાની કાર લઇ આરોપી નાશી ગયો હોવાની આર્મી અધિકારીએ ફરિયાદમાં જાહેર કરી છે.

જામનગરમાં ત્રણ માસ પૂર્વે થયેલ અકસ્માતના બનાવની લાંબા સમય આડ ફરિયાદ નોંધાઈ છે. એરફોર્સ સ્ટેશન-૦૧ અતીથી ૧/૬ જામંનગર મુળ-રહે. ઇન્દીરા નગર, સેક્ટ્ર-૧૮, બ્લોક નં.૧૮૯, લખનૌ, ઉત્તર પ્રદેશ  તા.જી. લખનૌના મૂળ રહેવાશી એવા આર્મીમાં કર્નલ તરીકે ફરજ બજાવતા નક્ષત્ર દિપકભાઇ ભંડારી ગતતા. ૧૩/૧૨/૨૦૨૧ના રોજ પોતાના મિત્રની પીબી ૩૩ સી ૧૮૧૮ નમ્બરની કાર લઇ સાત રસ્તાથી લાખોટા તળાવ તરફ જઈ રહ્યા હતા ત્યારે પ્રદર્શન ગ્રાઉન્ડ પાસે ડીડી ૦૨ એફ ૦૧૫૯ નંબરની કારના ચાલકે પાછળથી જોરદાર ઠોકર મારી અકસ્માત નીપ્જાવ્યો હતો,

જેમાં કારના પાછળના ભાગે નુકસાની થઇ હતી. જે તે સમયે કાર ચાલક પોતાના મોબાઈલ નંબર આપી જતો રહ્યો હતો. ત્યારબાદ આર્મી અધિકારીએ સીટી એ ડીવીજન પોલીસમાં અરજી આપી હતી. જો કે આરોપીનો લાંબા સમય સુધી કોઈ સંપર્ક નહિ થતા મંગળવારે આર્મી અધિકારીએ નાશી  ગયેલ કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જે તે સમયે આર્મી અધિકારીએ કાર ચાલક અને કારના ફોટા પણ પાડી લીધા હતા. જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here