સ્નેહ મિલન : સાંસદ ચાવડાએ મહામંત્રીના કાનમાં એવું કે..

0
1775

જામનગર શહેર જિલ્લા ભાજપ સંગઠન દ્વારા આજે જામનગરમાં ઓસવાળ સેન્ટર ખાતે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન થયું, આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ઉપસ્થિત થાય તે પૂર્વે હાજર કાર્યકરોમાં જોમ ભરવા માટે પૂર્વ મંત્રી હકુભા જાડેજા, જેન્તીભાઈ કવાડિયા અને જિલ્લા પ્રભારી-કચ્છ સાંસદ વિનોદ ચાવડાએ ઉદબોધન કર્યું, પણ આ ઉદબોધન પૂર્વે ડાયસ પર એવી ઘટના બની જેનાથી તમામ મહાનુભાવો અને કાર્યકરો જોતા જ રહી ગયા,

બન્યું એવું કે, પ્રદેશ અધ્યક્ષ સ્ટેજ પર હાજર થાય તે પૂર્વે પ્રથમ કચ્છ સાંસદ વિનોદ ચાવડા, પૂર્વ મંત્રીઓ હકુભા જાડેજા, જેન્તીભાઈ કવાડિયા, પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરિયા,પ્રદેશ સંગઠનના અન્ય હોદ્દેદારોએ સ્થાન લીધું હતું. આયોજક સ્થાનિક સંગઠન દ્વારા સુંદર રીતે સ્ટેજ સુશોભિત કરાવ્યું હતું. આશરે 20થી વધુ અગ્રણીઓ માટે ખુરશીની વ્યવસ્થા કરવામાં આવી હતી. પણ ઉપર બેસતા જ સાંસદ વિનોદ ચાવડાએ નીચે વ્યવસ્થા સાંભળતા શહેર મહામંત્રી મેરામણ ભાટુને સ્ટેજ પર આવવા ઈશારો કર્યો હતો.

ઉપર હાજર થયેલ મેરામણભાઈના કાનમાં સાંસદ ચાવડાએ કૈક કહ્યું, ત્યારબાદ ડાયજ વચ્ચે ખુરશીની બરાબર વચ્ચે રાખવામાં આવેલ એક સીટીંગ સોફો હટાવી લેવાયો હતો. જેની જગ્યાએ અન્ય ખુરશીઓ જેવી ક ખુરશી મુકવામા આવી હતી. પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અન્ય મંચસ્થ અગ્રણીઓ સમાન જ છે. એવો ભાવ ઉભો થાય તે માટે આવી વ્યવસ્થા કરવામાં આવી, આ દ્રસ્ય જોઈ નીચે બેસેલ અન્ય અગ્રણીયોમાં આ ચર્ચાનો વિષય બની ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here