હાશકારો : કોરોના કહેર ઓસર્યો, આજે નવા દર્દીઓ અને મૃત્યુઆંક ઘટ્યો, ડિસ્ચાર્જમાં વધારો, આવું છે આજનું ચિત્ર

0
970

જામનગર : જામનગર જિલ્લામાં ગઇકાલથી કોરોનાના મૃત્યુ મામલે રાહત જોવા મળી હતી. જેમાં આજે વધુ ઘટાડો નોંધાયો છે. અને ૬૧ દર્દીઓના કોરોના ના કારણે મૃત્યુ થયા છે. સાથોસાથ કોરોના ના કેસ મામલે આજે બીજા દિવસે પણ રાહતના સમાચાર જોવા મળ્યા છે, અને દાખલ થનારા દર્દીઓ કરતાં ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા વધુ છે. જામનગર શહેરના ૩૪૪ અને ગ્રામ્યના ૨૩૮ સહિત ૫૮૬ પોઝિટિવ કેસ નોંધાયા છે જેની સામે જામનગર શહેરના ૩૦૮ અને ગ્રામ્યના ૨૮૦ મળી એકીસાથે ૫૮૮ દર્દીઓને રજા આપવામાં આવી છે. જેથી કોરોના મામલે આજે પણ ઘણી રાહત જોવા મળી છે.

જામનગર જિલ્લામાં કોરોના ના મૃત્યુ ના મામલે ભયાનક સ્થિતિ હતી, અને કોરોનાની સારવાર દરમિયાન દર ૨૦ મિનિટે ૧ વ્યક્તિ કોરોના ની સારવાર માં મૃત્યુ પામી રહયા હતાં જેમા ગઈકાલ થી થોડી બ્રેક લાગી છે.જેમાં આજે વધુ ઘટાડો નોંધાયો છે.
જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા ટેસ્ટિંગ ની પ્રક્રિયા પણ વધારી દેવામાં આવી છે, અને સમગ્ર જિલ્લાભરમાં છ લાખથી વધુ કોરોના ટેસ્ટિંગ કરી લેવામાં આવ્યા છે.
જામનગર જિલ્લામાં ગઇકાલે સાંજ થી આજે સાંજ સુધીમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના ના કારણે સરકારી જી.જી.હોસ્પિટલમાં ૬૧ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. જેથી જિલ્લામાં કુલ મૃત્યુ નો આંક ૩,૩૪૫ નો થયો છે. ઉપરાંત કોરોના ના કેસો માં ઘટાડો નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૩૪૮ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર શહેરનો કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૧૮,૫૦૨ નો થયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના ૨૩૮ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર ગ્રામ્યનો કુલ આંકડો ૧૦,૨૨૪ નો થયો છે. અને સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો ૨૯,૦૦૦થી વધુ નો થયો છે કુલ ૨૯,૯૪૪ લોકો કોરોના સંક્રમિત થયા છે. આજે મૃત્યુનો દર ફરી ઘટ્યો છે, અને અત્યાર સુધીમાં કોરોના ના કારણે ૩,૩૪૫ થી વધુ દર્દીઓ કોરોના ની સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે. ઉપરાંત છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૩૦૮ અને ગ્રામ્યના ૨૮૦ મળી ૫૮૮ દર્દીઓને રજા આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here