એક સપ્તાહમાં રીવાબા જન-જન સુધી પહોચ્યા, ઉમળકાભેર આવકાર

0
890

ભાજપના ગઢ ગણાતા વોર્ડ નં. ૩ વિસ્તારમાં રિવાબા જાડેજાના કાર્યાલયનો આરંભ ભારે ઉત્સાહભર્યા માહોલમાં કરવામાં આવ્યો હતો. આ વોર્ડમાં તેમના વેગવંતા પ્રચારમાં લોકો તરફથી આવકાર અને સમર્થન મળી રહ્યા છે. ખાસ કરીને રિવાબા જાડેજા સાથે યુવતીઓ અને મહિલાઓ સેલ્ફી-ફોટા પડાવવા આતુર હોય છે.

વોર્ડ નં. ૩ના ચૂંટણી કાર્યાલય પ્રસંગે સ્વામી ચત્રભુજીજે આશીર્વચન આપ્યા હતાં. આ ઉપરાંત આ પ્રસંગે ઉપસ્થિત ઉતરપ્રદેશના પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી દિનેશભાઈ શર્મા, ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, ૭૭, ૭૮, ૭૯ના ચૂંટણી ઇન્ચાર્જ અને પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, ૭૮ વિધાનસભાના ઉમેદવાર શ્રીમતી રિવાબા જાડેજા,  પૂર્વ ધારાસભ્ય પરમાનંદભાઈ ખટ્ટર, જામનગર મહાનગરપાલિકા ના મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, મહામંત્રી મેરામણભાઇ ભાટુ, મહામંત્રી વિજયસિંહ જેઠવા, પૂર્વ મેયર દિનેશભાઇ, ૭૮ વિધાનસભાના ચૂંટણી ઇન્ચાર્જ નિલેશભાઈ ઉદાણી, વોર્ડ નંબર ૩ના પ્રભારી નીતિનભાઇ સોલાણી યુવામોરચાના પ્રમુખ દિલીપસિંહ જાડેજા, પૂર્વ મેય ર ધર્મેન્દ્રસિંહ ઝાલા, શહેર ઉપપ્રમુખ ખૂમાનસિહ સરવૈયા, શહેર ઉપપ્રમુખ વસંતભાઈ ગોરી, વોર્ડ નંબર ૩ ના કોર્પોરેટરો સુભાષભાઈ જોશી, પરાગ ભાઈ પટેલ, પન્નાબેન કટારીયા, અલકાબેન જાડેજા, વોર્ડ નંબર ૩ ના પ્રમુખ નરેશભાઇ ગઢવી, મહામંત્રી નગીનભાઈ ખીરસરીયા, ભૌતિક ભાઈ ફલીયા પૂર્વ મહામંત્રી પ્રવીણભાઈ અમૃતીયા,  ભાજપ અગ્રણી ધીરુભાઈ કારીયા, હાજર રહ્યા હતા.

આ ઉપરાંત વોર્ડ નંબર ૩ના યુવામોરચાના સભ્યો, કિસાન મોરચાના સભ્યો, બક્ષીપંચ મોરચાના સભ્યો, મહિલા મોરચાના સભ્યો ઉપરાંત ભાવેશભાઈ કાનાણી, નાનભાબાપુ જાડેજા, સરદારસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, જે.સી.વિરાણી, માલવીયાભાઈ, રસીદાબેન પંડ્યા, શિવુભા ભટ્ટી, નરેન્દ્રભાઈ સોની સહિત મોટી સંખ્યામાં આ વિસ્તારના રહેવાસીઓ, કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં. ઉપસ્થિત સૌએ રિવાબા જાડેજાને શુભેચ્છા આપી તેમને જંગી લીડથી વિજેતા બનાવવાનો સંકલ્પ કર્યાે હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here