જામનગર: ઉતર બેઠકના આપના ઉમેદવાર કરશનભાઈ કરમુર સાબિત થશે જાયન્ટ કિલર

0
2104

જામનગર ઉત્તર વિધાનસભા બેઠકમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા કરશનભાઇ કરમુરને લોક સંપર્ક દરમ્યાન બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. લત્તા કે મહોલામાં યોજાતી મીટીંગ પણ ચૂંટણી સભા હોય તે રીતે લોકો તેમા ભાગ લઇ રહ્યા છે. કરશનભાઇ કરમુરની સફળ બેઠકોને લીધે ભાજપ અને કોંગ્રેસની છાવણીમાં ચિંતાની લહેર ઉભી થઇ છે. આ વખતે કરશનભાઈ જાયન્ટ કિલર સાબિત થાય એવું ચિત્ર રચાયું છે.


કરસનભાઇ કરમુર પોતાની સ્પષ્ટ વાણીથી પરીચીત છે, તે જે બોલે છે સીધુ બોલે છે, કોઇથી ડરતા નથી, સાચુ બોલે છે, લલકારીને બોલે છે, પડકારીને બોલે છે અને નુકકડ મીટીંગોમાં પણ તેઓ જે રીતે લોકોને સંબોધન કરે છે તો લોકોમાં એક અલગ પ્રકારનો જોમ જુસ્સો ઉભરતો જોવા મળી રહ્યો છે, એક અનુભવી રાજકારણી ઉપરાંત લોકોની વચ્ચે રહેતા હોવાથી તમામ પ્રકારના પ્રાણ પ્રશ્નોથી પરીચીત છે, સ્વભાવિક રીતે જામનગરની ભૌગોલીક સ્થિતિથી વાકેફ ન હોય એવા સેલીબ્રીટી જેવા કહેવાતા ઉમેદવારોને કદાચ કયા લતાની કઇ ગલી કયાં આવેલી છે તે પણ ખબર ન હોય ત્યારે તમામ રીતે પરીચીત કરસનભાઇ કરમુરમોટા કહેવાતા ચહેરાઓ પર ભારે પડી જાય એવું લાગે છે.


આમ આદમી પાર્ટીએ જામનગર 78 વિધાનસભા મત વિસ્તારમાંથી છેલ્લા 30 વર્ષ થયા રાજકારણ સાથે સંકળાયેલા છ વખત કોર્પોરેટ રહી ચૂકેલા પૂર્વ ડેપ્યુટી મેયર એવા લોકલાડીલા નેતા અને આમ આદમી પાર્ટી જામનગર શહેર અધ્યક્ષ કરસનભાઈ કરમુરને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે તેઓ હાલના સમીકરણને ધ્યાનમાં લઇ જીતની સૌથી વધારે નજીકના ઉમેદવાર ગણાઈ રહ્યા છે તેમણે હાલ 78 વિધાનસભા મત વિસ્તારના મોટાભાગના વિસ્તારોમાં લોકો સમક્ષ રૂબરૂ મુલાકાત લીધી છે.

જેના ભાગરૂપે તાજેતરમાં ઉતર બેઠકના મોટાભાગના વોર્ડના વિસ્તારમાં મીટીંગો યોજી હતી જેમાં જુદા જુદા સમાજ અને જનતાએ karmurને પડખે ઉભવાનો કોલ આપ્યો હતો. તમામ મીટીંગ અને સભાઓમાં જનતાનો એક જ અવાજ સામે આવી રહ્યો છે કે કરશનભાઈ તમે આગળ વધો અમે તમારી સાથે જ છીએ. દરેક મીટીંગ દરમિયાન લોકો આમ આદમી પાર્ટીના વિચારધારાથી પ્રભાવિત થઈ પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ કરશનભાઈના કમ્પેઇનમાં સહકાર આપી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here