જામનગર: ચોથી વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ વખત કોંગ્રેસની પીછેહટ

0
2286

8 અને 11, જૂન 1975ના રોજ રાજ્યની ચોથી વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. 182 બેઠકો માટે યોજાયેલ ચૂંટણીમાં કોંગ્રેસને 75 બેઠક,એનસીઓને 56, બીજેએસને 18, કેએલપીને 12 અને 16 અપક્ષ તેમજ બે બેઠકો એસપીને અને બે બેઠકો બીએલડીને મળી હતી. કોંગ્રેસે અન્ય સાથે મળી સતા હસ્તગત કરી હતી. આ સામાન્ય ચૂંટણીઓમાં જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો કોંગ્રેસને ચાર, બીએલડીને એક અને બે બેઠકો અપક્ષને ફાળે ગઈ હતી.
વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓની જામનગર જિલ્લાની વાત કરીએ તો સાતેય બેઠકોની વિસ્તૃત ચર્ચા નીચે મુજબ છે.

24 જોડિયા વિધાનસભા બેઠક

કેટલા મતદાર, કેટલું મતદાન ?

જામનગર જિલ્લાની સાત બેઠકો પર 11મી જૂન 1975 ના રોજ સામાન્ય ચૂંટણીઓ યોજાઇ હતી .જોડિયા બેઠક પર 69796 કુલ મતદારો પૈકી 45,883 મતદારોએ 55.74% મતદાન કર્યું હતું. જેમાંથી 2061 મત રદ થયા હતા. જે કુલ માન્ય મતોના 4.49 ટકા મત દર્શાવે છે.

કોની કોની વચ્ચે જંગ? કોને બાજી મારી ?

જોડીયા બેઠક પર કોંગ્રેસના શાહ કાંતિલાલ પ્રેમચંદને 21497 મત મળ્યા હતા. જ્યારે તેના નજીકના કે એલપી ના પ્રતિસ્પર્ધી ઉમેદવાર ભાણજી ભીમજી પટેલને 14,397 મત મળ્યા હતા આમ કાંતિલાલ શાહનો 7100 મતે વિજય થયો હતો. જે કુલ માન્ય મત ના 16.20% મત દર્શાવે છે.

કેટલા ઉમેદવારો વચ્ચે ટક્કર કોને કેટલા મત મળ્યા?

11મી જૂન 1975ના રોજ આ બેઠક પર કુલ સાત ઉમેદવારો વચ્ચે ટક્કર થઈ હતી જેમાં શાહ કાંતિલાલ પ્રેમચંદને 21,497 મત મળ્યા હતા. જ્યારે કેએલપીના ભાણજીભાઈ પટેલને 14,397 મત, એનસીઓના જીવણદાસ ભાણજીભાઈ રાંછને 6161 મત તેમજ અપક્ષ ઉમેદવારો પૈકી અરજણભાઈ કરસનભાઈ ચાવડાને 782 મત, પરસોત્તમભાઈ ડાયાલાલભાઈ નકુમને 395, આયશાબેન અબ્દુલભાઈને 393 મત અને નાથાલાલ લખુભાઈ પરમારને 197 મત મળ્યા હતા.

25 જામનગર બેઠક

જામનગર બેઠક પર બીજા તબક્કામાં એટલે કે વર્ષ 1975 ની આઠમી જૂનના રોજ મતદાન થયું હતું 73,809 મતદારો રજીસ્ટર થયા હતા જે પૈકી 38,781 મતદારોએ 52.54 ટકા મતદાન કર્યું હતું જ્યારે આ બેઠક પર 996 મત એટલે કે કુલ મતદાનના 2.57 ટકા રદ થયા હતા.

કોની વચ્ચે સ્પર્ધા થઈ ? કોણે બાજી મારી?

જામનગર બેઠક પર બીએલડી ના વિનોદભાઈ શેઠ અને કોંગ્રેસના સુલેમાન કાસમ મકવાણા વચ્ચે સીધી હરિફાઈ થઈ હતી જેમાં વિનોદભાઈને 20,653 મત મળ્યા હતા જ્યારે સુલેમાન મકવાણા ને 12,418 મત મળ્યા હતા આમ બીએલડી ના શેઠનો 8235 મત એટલે કે 21.79 ટકા માન્ય મતદાનના મતોથી વિજય થયો હતો.

કેટલા ઉમેદવારો વચ્ચે ટક્કર કોને કેટલા મત મળ્યા?

આ બેઠક પર કુલ સાત ઉમેદવારો વચ્ચે ચૂંટણી સ્પર્ધા થઇ હતી. જેમાં બીએલડી ના વિનોદભાઈ શેઠને 20,653 મત કોંગ્રેસના સુલેમાન મકવાણાને 12418 મત જ્યારે અપક્ષ તરીકે દાવેદારી કરનાર ઉમેદવારો પૈકી સોમચંદ લાલજીભાઈ શાહને 4463 મત, રતિલાલ મૂળુભાઈ બારડને 154 મત, ઘનશ્યામ ચંદુભાઈ ગઢવીને 54 મત વિરુમલ કુંદનલાલ સિંધીને 43 મત મળ્યા હતા.

26 જામનગર ગ્રામ્ય

ચોથી વિધાનસભામાં નવા સીમાંકન મુજબ પ્રથમ વખત જામનગર રૂરલ બેઠકનો ઉમેરો થયો હતો અને આ બેઠક એસસી માટે અનામત રાખવામાં આવી હતી. આઠમી જૂન 1975 ના રોજ યોજાયેલ ચૂંટણીમાં કુલ 71,673 મતદારો પૈકી 19,059 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જે પૈકી 965 મત એટલે કે કુલ મતદાનના પાંચ ટકા મતો રદ થયા હતા. આ બેઠક પર માત્ર 26.59 ટકા જ મતદાન થયું હતું એટલે કે મતદારોની સૂસ્તતા સામે આવી હતી.

કેટલા ઉમેદવારો વચ્ચે ટક્કર કોને કેટલા મત મળ્યા?

આ બેઠક પર કુલ આઠ ઉમેદવારો વચ્ચે જ મતદાન પ્રક્રિયા થઈ હતી જેમાં કોંગ્રેસના ભાણજીભાઈ પરમારને 8970 માં એનસીઓના લલિત ચાવડાને 4425 મત કે એલપીના ભાણજી ભીમજી ડાભીને 2,531 મત જ્યારે અપક્ષ ઉમેદવારો પૈકી હરસિંહ ભારા પરમારને 922 મત નટવરલાલ પન્નાલાલ શ્રીમાળીને 471 મત, ચમનલાલ ભોજાભાઇ ઢાકેસાને 296 મત, ગોવિંદભાઈ કરસનભાઈ ભાંભીને 250 મત, રામજીભાઈ સીદીભાઈ મકવાણાને 279 મત મળ્યા હતા. આ બેઠક પર માત્ર 26.59% જ મતદાન થયું હતું.

કોની કોની વચ્ચે થઈ સ્પર્ધા કોણ થયું વિજેતા?

આ બેઠક પર કોંગ્રેસના ભાણજી કમાભાઈ પરમાર અને એનસીઓના લલિત પુનાભાઈ ચાવડા વચ્ચે સીધી સ્પર્ધા થઇ હતી. જેમાં ભાણજીભાઈને 8,970 મત મળ્યા હતા જ્યારે લલીતભાઈ ચાવડાને 4,425 મત મળ્યા હતા. આમ કોંગ્રેસના ભાણજીભાઈનો 4,545 મતથી વિજય થયો હતો. જે કુલ મતદાનના 25.12 ટકા મતદો દર્શાવે છે. કોંગ્રેસના ભાણજીભાઈને મળેલ સરસાઈના મત કરતા પણ એનસીઓના ઉમેદવારને ઓછા મત મળ્યા હતા.

27 કાલાવડ બેઠક

જામનગર જિલ્લાની 27 કાલાવડ બેઠક પર 11મી જૂન 1975 ના રોજ મતદાન યોજાયું હતું 72,815 મતદારો પૈકી 50695 મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો કુલ 69.62 ટકા મતદાન થયું હતું જે પૈકી 2956 મત એટલે કે કુલ મતદાનના 5.83% મત રદ થયા હતા.

કોની કોની વચ્ચે થઈ સ્પર્ધા કોણ થયું વિજેતા?

આ બેઠક પર અપક્ષ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે સીધી ટક્કર થવા પામી હતી જેમાં અપક્ષ તરીકે ચૂંટણી લડેલા ભીમજીભાઈ વશરામભાઈ પટેલ ને 24,938 મત મળ્યા હતા જ્યારે તેના નજીકના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા ને 19786 મત મળ્યા હતા. આમ અપક્ષ ભીમજીભાઇ નો 5,152 મતથી એટલે કે કુલ માન્ય મતના 10.79% મતથી વિજય થયો હતો.

કેટલા ઉમેદવારો વચ્ચે ટક્કર કોને કેટલા મત મળ્યા?

આ બેઠક અપક્ષ ને ફાળે ગઈ હતી. આ બેઠક પર માત્ર ચાર ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થઇ હતી. જેમાં અપક્ષ ભીમજીભાઇ પટેલને 24,938 મત, કોંગ્રેસના ઇન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા ને 19,786 મત, બીજેએસના હીરાભાઈ મનજીભાઈ પટેલને 2381 મત મળ્યા હતા. જ્યારે અપક્ષ તરીકે દાવેદારી કરનાર ચંદ્રકાંતભાઈ કરમશીભાઈ શાહને 634 મત મળ્યા હતા.

28 જામજોધપુર વિધાનસભા બેઠક

જામનગર જિલ્લાની 28 જામજોધપુર વિધાનસભા બેઠક પર 11મી જુન 1975 ના રોજ મતદાન યોજાયું હતું. કુલ 69,265 મતદારો પૈકી 46,527 મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો. આ બેઠક પર 67.17 ટકા મતદાન યોજાયું હતું જે પૈકીના 2646 એટલે કે કુલ મતદાનના 5.69 ટકા રદ થયા હતા.

કોની કોની વચ્ચે ખેલાયો જંગ કોણ થયું વિજેતા?

જામનગર જિલ્લાની આ બેઠક પર કોંગ્રેસના વિઠ્ઠલભાઈ પ્રેમજીભાઈ કાલરીયા અને કેએલપીના વાલજીભાઈ વિરજીભાઈ ભડાણીયા વચ્ચે સીધી સ્પર્ધા થઇ હતી. જેમાં કોંગ્રેસના વિઠ્ઠલભાઈ કાલરીયાને 20,444 મત અને વેલજીભાઈ ભડાણીયા ને 14,878 મત મળ્યા હતા આમ વિઠ્ઠલભાઈ કાલરીયાનો 5566 મતથી વિજય થયો હતો જે કુલ માન્ય મતના 12.68% મત દર્શાવે છે.

કેટલા ઉમેદવારો વચ્ચે ટક્કર કોને કેટલા મત મળ્યા?

આ બેઠક પર કુલ સાત ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થઇ હતી જેમાં કોંગ્રેસના વિઠ્ઠલભાઈ પ્રેમજીભાઈ કાલરીયા ને 20,444 મત, કેએલપીના વેલજીભાઈ વીરજીભાઈ ભડાણીયાને 14,878 મત, જ્યારે એનસીઓના ભાનુશંકર જમનાશંકર ભાઈ જાનીને 2852 મત મળ્યા હતા. જ્યારે અપક્ષ તરીકે દાવેદારી કરનાર ઘેલુભાઈ રામભાઈ માડમને 3,795 મત, નરસિંહભાઈ નાથાભાઈ જોશીને 1037 મત અને ચંદ્રકાંત કરમશીભાઈ શાહને 875 મત મળ્યા હતા.

29 ભાણવડ વિધાનસભા બેઠક

ભાણવડ વિધાનસભા બેઠક પર 11મી 1975 ના રોજ મતદાન થયું હતું. કુલ 56,401 મતદારો પૈકી 34,912 મતદારોએ મતદાન કર્યું હતું આ બેઠક પર 61.90 ટકા મતદાન થયું હતું જે પૈકીના 2427 મત રદ થયા હતા જે કુલ મતદાનના 6.95 ટકા મત દર્શાવે છે.

કોની કોની વચ્ચે થઈ સ્પર્ધા કોણ થયું વિજેતા?

આ બેઠક પર કોંગ્રેસ અને એનસીઓ વચ્ચે સીધી સ્પર્ધા થઇ હતી જેમાં કોંગ્રેસના ભાટિયા સામત કાના ને 16711 અને એનસીઓના મેરામણ દેવાણંદભાઈ રાવલિયાને 5987 મત મળ્યા હતા. આમ કોંગ્રેસના સામત ભાટિયાનો 10,727 મતથી ભવ્ય વિજય થયો હતો. જે કુલ મતદાનના 33.01% મત દર્શાવે છે.

કેટલા ઉમેદવાર વચ્ચે સ્પર્ધા થઇ કોને મળ્યા કેટલા મત?

આ બેઠક પર કુલ પાંચ ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થઇ હતી. જેમાં કોંગ્રેસના સામત ભાટિયાને 16711 મત મળ્યા હતા. જ્યારે એનસીઓના મેરામણભાઇ દેવાનંદભાઈ રાવલિયાને 5,987 મત મળ્યા હતા. આ ઉપરાંત ત્રણ અપક્ષ પૈકી જયંતીલાલ દેવચંદભાઈ રૂઘાણીને 4717 મત, પ્રતાપભાઈ ઘેલાણીને 4274 મત અને અમરસિંહ ભાઈ હમીરભાઈ બથવારને 796 મત મળ્યા હતા.

30 ખંભાળિયા વિધાનસભા બેઠક

આ બેઠક પર આઠમી જૂન 1975 ના રોજ મતદાન થયું હતું. કુલ 61,318 મતદારો પૈકી 43215 મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો. આ બેઠક પર 70.48% જેટલું તો મતદાન થયું હતું જે પૈકી કુલ મતદાનના 2625 મત રદ થયા હતા. જે કુલ મતદાનના 6.07 ટકા મત દર્શાવે છે.

કોની કોની વચ્ચે થઈ સ્પર્ધા કોનો થયો વિજય?

ચોથી વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં ખંભાળિયા બેઠક પર અપક્ષ અને કેએલપી વચ્ચે સીધી સ્પર્ધા થઇ હતી. જેમાં અપક્ષ ઉમેદવાર હેમતભાઈ રામભાઈ માડમને 14,086 મત મળ્યા હતા. જ્યારે તેના નજીકના પ્રતિસ્પર્ધી જમનાદાસ ગોકુલદાસ પાબારીને 10,358 મળ્યા હતા. આમ હેમતભાઈ માડમનો 3,728 મતથી વિજય થયો હતો. જે કુલ મતદાનના 9.18 ટકા મત દર્શાવે છે.

કેટલા ઉમેદવાર વચ્ચે થઈ સ્પર્ધા કોને મળ્યા કેટલા મત?

આ બેઠક પર કુલ છ ઉમેદવારો વચ્ચે સીધી સ્પર્ધા થઇ હતી. જેમાં અપક્ષ તરીકે ચૂંટણી લડેલા હેમતભાઈ માડમને 14,086 મત મળ્યા હતા. જ્યારે કેએલપીના જમનાદાસ પાબારીને 10, 358 મત મળ્યા હતા. કોંગ્રેસના હરિલાલ ત્રિકમજી રાયચુરાને 9,655 મત, બીજેએસના નટવરલાલ વિઠલદાસ ગણાત્રાને 5899 મત, જ્યારે અપક્ષ તરીકે દાવેદારી કરનાર પરષોત્તમ ડાયાલાલ નકુમને 462 મત અને કાનજીભાઈ વશરામભાઈ કણજારીયા ને 130 મત મળ્યા હતા. આ બેઠક પર 70.48% જેટલું હાઈએસ્ટ મતદાન થયું હતું.

૩૧ દ્વારકા વિધાનસભા બેઠક

૩૧ દ્વારકા વિધાનસભા બેઠક પર કુલ 70362 મતદારો નોંધાયા હતા. આ બેઠક પર આઠમી જૂન 1975 ના રોજ મતદાન થયું હતું કુલ 45087 મતદારોએ 54.08 ટકા મતદાન કર્યું હતું. આ બેઠક પર થયેલા મતદાન પૈકીના 2014 મત રદ થયા હતા. જે કુલ મતદાનના 4.47 ટકા મત દર્શાવે છે.

કોની કોની વચ્ચે થઈ સ્પર્ધા કોણ થયું વિજેતા?

આ બેઠક પર કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે સીધી સ્પર્ધા થઈ હતી. જેમાં કોંગ્રેસના મારખીભાઈ જેઠાભાઈ ગોરીયાને 20,409 મત અને અપક્ષ હરિદાસભાઈ જમનાદાસભાઈ કાનાણીને 15125 મત મળ્યા હતા, આમ કોંગ્રેસના મારખીભાઈ ગોરીયાનો 5284 મતથી વિજય થયો હતો. જે કુલ મતદાનના 12.27% મત દર્શાવે છે.

આ બેઠક પર કુલ કેટલા ઉમેદવાર ? કોને મળ્યા કેટલા મત?

બા બેઠક પર ચાર ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાં કોંગ્રેસના મારખીભાઈ ગોરીયાને 20,409 મત, અપક્ષ હરિદાસ જમનાદાસભાઈ કાનાણીને 15,125 મત મળ્યા હતા. જ્યારે બીજેએસના દિલીપભાઈ શંકરલાલ જોશીને 4000 મત અને અપક્ષ તરીકે દાવેદારી કરનાર કારાભા કરમણભા માણેકને 3,539 મત મળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here