રાઘવજી પટેલે કહ્યું હું તમારો, જનતાનો જવાબ, કામ બોલે છે

0
666

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ૭૭-જામનગર (ગ્રામ્ય) બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાઘવજીભાઈ પટેલના સઘન લોકસંપર્કમાં તેમના મત વિસ્તારના ગામડાઓમાં ગ્રામજનો દ્વારા તેમને .મળકાભેર આવકાર મળી રહ્યો છે. ગ્રામ્ય પંથકમાંથી મળી રહેલા આવા અદ્દભૂત પ્રતિસાદના કારણે રાઘવજીભાઈ પટેલનો વિજય નિશ્ચિત હોવાનું ચિત્ર ઉપસ્યું છે.

ગ્રામજનો સમક્ષ રાઘવજીભાઈએ ખૂબ જ સહજભાવે જણાવ્યું હતું કે હું સતત ગ્રામ્ય જીવન સાથે જોડાયેલો છું. ખેડૂતોના પ્રશ્નોથી વાકેફ છું, અને સતત લોકોની વચ્ચે રહી, લોકોના અને ખાસ કરીને ગામડાના લોકોના, ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ માટે કાર્યરત રહેવું એ જ મારૃ ધ્યેય છે. એક જનપ્રતિનિધિ તરીકે મારી આ ફરજ બજાવવાનો મને આનંદ અને ગર્વ છે. પ્રજાજનો જ મારી શક્તિ છે, તેમનો વિશ્વાસ અને માર્ગદર્શન જ મારી પ્રગતિ માટે કારણભૂત છે.

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ નરેન્દ્ર મોદી, અમીત શાહ, જે.પી. નડ્ડા, ભૂપેન્દ્ર પટેલ, સી.આર. પાટીલે પણ રાઘવજીભાઈની લોકચાહના અને લોકોની વચ્ચે સતત દોડતા રહેતાં રાઘવજીભાઈ પટેલ માટે અલગ પ્રતિષ્ઠા છે અને તેમના ઉપર પક્ષના નેતાઓને ભરોસો છે. તેમની પાસે વિકાસ કામોની મૂડી છે. તેમના વિસ્તારનો જે વિકાસ થયો છે તેમાં રાઘવજીભાઈની જહેમતનો પણ મુખ્ય ફાળો છે.

ખાસ વાત એ છે કે તેઓ સમારોહમા રોજગાર કાર્ડ વિતરણ આયુષ્યમાન કાર્ડ વિતરણ કિશાન ક્રેડીટ કાર્ડ વિતરણ સ્વરોજગાર કે જુદી જુદી સહાય ના ચેક કે સાધન સહાય વગેરે વિતરણ કરે તો બીજી તરફ ગ્રામજનો તેમજ ખેડૂતોના વીજળી પાણી વગેરે પ્રશ્ર્નો માટે જાતે લગત વિભાગો મા જઇ અધીકારીઓ  સાથે બેઠક કરી પ્રશ્ર્નો ના નિરાકરણ લાવી ધારાસભ્ય તથા કેબિનેટ મીનીસ્ટર તરીકે ની ફરજને સેવા માટેની જવાબદારી સમજી આ  પવિત્ર ફરજ સુપેરે નિભાવે છે. રાજકીય વિશ્લેષકોનો રસપ્રદ સર્વે છે કે ૭૭-જામનગર ગ્રામ્યના ભાજપના ઉમેદવાર રાઘવજીભાઇએ જનસેવા માટે ભેખ ધર્યો છે તેવા ગ્રામજનોના અભિપ્રાય ના આધારે કહી શકાય કે રાઘવજીભાઇ માટે આ ચુંટણી જીતવી સરળ છે. તેમનુ જાહેર જીવન રાજકીય ક્ષેત્રે લોકપ્રિયતાની ટોચ ઉપર છે કેમકે હંમેશા લોકોની વચ્ચે જ રહેવુ  લોક પ્રશ્ને અવાજ ઉઠાવવો અને તે પ્રશ્ર્ન નો નિકાલ કરવો એ જ ધ્યેય રાખનારા છે માટે  આવા નેતા કોને ન ગમે?? માટે જ પ્રજા તેમને ચાહે છે

કોઠાસુઝ કામના નિકાલ ની આગવી ઢબ અને જન સુવિધા કરાવવાની આવડત, રજુઆતની વિશિષ્ટ ઢબ અને ગ્રામજીવનની જાણકારી તેમજ પોતે  ખેડૂત હોવાથી જમીની હકીકત થી વાકેફ હોવાથી રાઘવજીભાઈ સમસ્યા સમજી ને જરૂરી કામો કરાવતા રહ્યા છે.

રાઘવજીભાઇએ  અનેક રસ્તાઓના કોઝવે ના પુલના કોમ્યુનિટી હોલના આરોગ્ય કેન્દ્રોના શિક્ષણ સુવિધાના પાણીની લાઇનોના એસ.ટી. વગેરે સુવિધાઓના કામો સરકારમાથી મંજુર કરાવી તેના ખાતમહુર્ત તેમજ લોકાર્પણ કરી ગ્રામ્યજીવન ધોરણ સુગમ  બનાવવા અવિરત કાર્યરત રહે છે તેવા રાઘવજીભાઇ એ ખેડૂતો માટે ટેકાના ભાવે ઉપજ વેચવાની વ્યવસ્થા બિયારણ ખાતર સિંચાઇ તેમજ ખેતીની જગ્યાના રક્ષણ વીજપ્રવાહ વગેરે સુવિધાઓ સરળ બનાવી ખેતી ક્ષેત્રે અનેક સેવાઓ કરી ખેડૂતો માટે કિદસાન સુર્યોદયથી માંડી ઉપજ સંગ્રહ સુવિધા ટ્રેક્ટર ટેમ્પો સહિતની સહાય વગેરે સરકારની યોજનાઓ ના લાભ ખેડૂતોને અપાવતા દરેક રીતે ખેતી પશુપાલન અને ગ્રામ્ય જીવન દરેકમા આમુલ પરિવર્તન  ની પ્રગતિ જોવા મળે છે  તેમ જણાવી સમીક્ષકો ઉમેરે છે કે માટે જ ભવ્ય વિજય તરફ આત્મવિશ્ર્વાસથી  મક્કમ કદમ તેઓ માંડી રહ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here