રાજકોટ અગ્નિકાંડ : આખરે ગોકુલ હોસ્પિટલના ચેરમેન પ્રકાશ મોઢા, ત્રણ ડોક્ટર સહિતના પાંચ સામે FRI

0
711

જામનગર અપડેટ્સ : રાજકોટની ગોકુલ હોસ્પિટલ સંચાલિત ઉદય શિવાનંદ હોસ્પિટલમાં કોવીડવોર્ડમાં લાગેલી આગમાં પાંચ દર્દીઓ ભડથું થઇ ગયાના બનાવે રાજય સરકાર સામે પણ સવાલો ઉઠાવ્યા છે. ત્યારે ચાર દિવસની તપાસ બાદ પોલીસે આજે હોસ્પિટલના ચેરમેન ડો પ્રકાશ મોઢા સહિતનાઓ સામે ફરિયાદ બેદરકારી દાખવવા અને બિન ઇરાદીત હત્યા સબબ ફરિયાદ નોંધી છે. પાંચ દર્દીઓ પૈકી એક દર્દીનું ગૂંગળાઈ જતા મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે અને સ્પાર્ક થવાથી આગ લાગી હોવાનું સીટની તપાસ માં બહાર આવ્યું છે. પોલીસે હોસ્પિટલ ચેરમેન સહિતના પાંચેય સખ્સોની અટકાયત કરી કોવીડ ટેસ્ટ હાથ ધર્યો છે.

રાજકોટમાં આનંદબાગ ચોક નજીક મોડી રાત્રે ગોકુલ હોસ્પિટલ સંચાલિત ઉદય શિવાનંદ હોસ્પીટલના બીજા માળે બનાવવામાં આવેલ કોવીડ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આગ લાગી હતી. જોત જોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા ચોતરફ વોર્ડ મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો. આગની આ ઘટનાને પગલે ફાયર વિભાગની પાંચ ગાડીઓ તાત્કાલિક હોસ્પિટલ પહોચી પાણીનો મારો ચલાવ્યો હતો. આગની આ ઘટનાને પગલે વોર્ડમાં દાખલ દર્દીઓ પૈકી પાંચ દર્દીઓ જીવતા જ ભૂંજાઈ ગયા હતા. જેમાં નીતિનભાઈ બાદાણી, રામસિંહભાઈ, રશીકભાઈ અગ્રાવત, કેશુભાઈ અકબરી અને સંજય રાઠોડ નામના પાંચ દર્દીઓનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય દર્દીઓને તાબડતોબ અન્ય હોસ્પિટલમાં સિફટ કરવામાં આવ્યા હતા.

આ ઘટનાને પગલે રાજ્યભરમાં સરકાર સામે રોષ ફેલાયો હતો. જેને લઈને સરકાર દ્વારા તાત્કાલિક સીટની રચના કરી તપાસ સોંપવામાં આવી હતી. આ સીટની ટીમે ચાર દિવસ સુધી સતત તપાસ કરી આજે પ્રેસ કોન્ફરન્સ યોજી  વિગતો આપી હતી. આ ઘટનામાં હોસ્પીટલના ચેરમેન પ્રકાશ મોઢા, વિશાલ મોઢા, ડો તેજસ કરમટા, ડો તેજસ મોતીવારસ અને ડો દિગ્વિજયસિંહ જાડેજા સામે બેદરકારી અને બિન ઇરાદીત હત્યા સબબ આઈપીસી કલમ ૩૦૪ – અ મુજબ ફરિયાદ નોંધી, પાંચેયની અટકાયત કરી લીધી છે.

રાત્રે ૧૨:૨૨ મીનીટે લાગેલી આગ બાદ એક જ માત્ર નાનો એક્જીટ ગેઇટ હોવાથી અને આ ગેઇટમાં પણ અન્ય  સામાન પડ્યો હોવાથી માર્ગ અવરોધાયો હોવાનું સામે આવ્યું છે. સ્પાર્ક થયા બાદ આગ લાગી હોવાનું પણ જાહેર કરાયું છે. પાંચ પૈકી એક દર્દીનું ગુંગડાઈ જવાથી થયું હતું. પોલીસે હાલ તમામ આરોપીઓના કોવીડ ટેસ્ટ હાથ ધરી આગળની કાર્યવાહી શરુ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here