વરસાદ અપડેટ્સ : શનીવારે સટાસટી, રવિવારે પણ રમઝટ, મહેર હવે કહેર તરફ

0
634

જામનગર : જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં બે દિવસથી સતત વરસાદી માહોલ યથાવત રહ્યો છે. શનિવારે બંને જીલ્લાના પાંચ તાલુકાઓમાં સટાસટી બોલાવ્યા બાદ રવીવારે પણ મેઘરાજાએ રમઝટ શરુ કરી છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં તો પાણી પાણી થઇ જતા લગભગ મોઢા સુધી આવેલ લણણીનો કોળીયો પણ અખાદ્ય બનવાની દિશામાં જતા ખેડૂતોમાં પણ ચિંતાનું મોજું પ્રશરી ગયું છે

જામનગર જીલ્લામાં શનિવારે સવારના છ વાગ્યાથી રવિવાર સવાર છ વાગ્યા સુધીના ૨૪ કલાકના ગાળામાં જોડિયા પંથકમાં અઢી ઇંચ અને જામજોધપુર તેમજ કાલાવડમાં અડધો અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જયારે ગ્રામ્ય વિસ્તારોમાં એકથી ચાર ઇંચ વરસાદ પડ્યો હતો.

જેમાં જામનગર તાલુકાના વસઈ ગામેં ચાર, લાખાબાવળમાં બે, મોટી બાણુંગારમાં એક, ફલ્લામાં એક, જામવંથલીમાં ત્રણ, ધુતારપરમાં અઢી, અલીયામાં એક અને દરેડમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. જયારે જોડિયા તાલુકાના હડીયાણા ગામે પોણા બે, બાલંભામાં પોણો ઇંચ, પીઠડ ગામે દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. જયારે ધ્રોલ તાલુકાના લતીપર ગામે એક, જાલીયા દેવાણી ગામે એક, લૈયારામાં પણ એક ઇંચ વરસાદ પડ્યો હોવાના પીએચસીના આકડા નોંધાયા છે. જયારે કાલાવડ તાલુકાના નિકાવા, ખરેડી અને ભલસાણ બેરાજા ગામે એક-એક ઇંચ તેમજ મોટા પાંચ દેવડા ગામે અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જયારે જામ જોધપુર તાલુકાના સમાણા અને શેઠ વડાળા ગામે ઝાપટા, જામવાડી અને વાંસજાળિયામાં અડધો અડધો ઇંચ, ધ્રાફા અને પરડવામાં એક – એક ઇંચ તેમજ ધૂનડામાં બે ઇંચ વરસાદ પડ્યો હતો. જયારે લાલપુર તાલુકાના પીપરટોળા ગામે દોઢ, પડાણામાં પોણા બે, ભણગોરમાં અડધો અને મોટા ખડ્બા ગામે દોઢ તેમજ મોડપરમાં પણ એક ઇંચ વરસાદ પડ્યો હતો.

જયારે દેવભૂમિ દ્વારકા જીલ્લાની વાત કરવામાં આવે તો દ્વારકા અને ખંભાલીયામાં આજ સવારથી જ મેઘાવી માહોલ વચ્ચે દસ વાગ્યા સુધીમાં એક એક ઇંચ વરસાદ પડી ગયો હતો. જયારે કલ્યાણપુર અને ભાણવડ પંથકમાં ઝાપટા પડ્યા છે. વાત ગ્રામ્ય વિસ્તારની કરવામાં આવે તો ભાણવડ તાલુકાના વેરાડમાં દોઢ, પાછતરમાં અઢી, મોડપરમાં એક, મોરજરમાં એક, ગુંદા ગામે દોઢ ઇંચ વરસાદ પડ્યો છે.

જયારે દ્વારકા તાલુકાના સુરજ કરાડીગામે પોણા ચાર, ઓખામાં સાડા ત્રણ, વરવાળામાં પોણા ચાર, ટુંપણી ચાર ઇંચ વરસાદ પડ્યો છે.

 જયારે કલ્યાણપુર તાલુકાના ભાટિયામાં અડધો, લાંબામાં અડધો, રાણ ગામે દોઢ ઇંચ, દેવરિયા ગામે પોણા બે, રાજપરા અઢી, ગઢકા દોઢ, ભોગાત ત્રણ, પીન્ડારા ત્રણ, મોટા આશોટા ત્રણ ઇંચ વરસાદ છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયો છે. જયારે ખંભાલિયાના વડત્રામાં  અઢી ઇંચ, ભાડથરમાં એક, મોવાણમાં દોઢ, વચલા બારામાં છ ઇંચ, બજાણામાં એક, ભીંડામાં એક ઇંચ વરસાદ પડ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here