જામનગર અપડેટ્સ : અમદાવાદ પશ્ચિમ પોલીસ વિભાગમાં એક પોલીસ દફતરમાં ફરજ બજાવતા પીએસઆઈને તેની સહકર્મી મહિલા સાથે પ્રેમ સબંધ બંધાઈ ગયા બાદ ઘટેલી ઘટનાને લઈને ડીસીપીએ જે તે પીએસઆઈએ પાણીચું આપી સસ્પેન્ડ કરી દદીધા છે. જે તે ઘટના અંગેની ખાતાકીય તપાસ પણ સોંપી દેવાયા બાદ સામે આવેલ વિગતોને લઈને ડીસીપીએ સસ્પેન્ડનો ઓર્ડર કાઢી ઘરે બેસાડી દેવામાં આવ્યા છે.

પોલીસ વિભાગમાં ઇલુ ઇલુના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે પણ આવા કિસ્સામાં પોલીસ અધિકારી સસ્પેન્ડ થયા હોય એવો કદાચ પ્રથમ કિસ્સો હશે જે અમદાવાદમાંથી સામે આવ્યો છે. જેમાં અમદાવાદ પશ્ચિમ વિભાગમાં આવેલ એક પોલીસ દફતરના પીએસઆઈને તેની સાથે જ ફરજ બજાવતા એક મહિલા પોલીસકર્મી સાથે સબંધ બંધાઈ ગયો હતો. સમય મળતા જ બંને પોલીસ દફતર પાસે આવેલ હોટેલમાં પહોચી જતા હતા અને પ્રેમાલાપ કરતા હતા. આ વાતની મહિલા પોલીસકર્મીના પતીને ખબર પડી હતી.

એક દિવસ પીએસઆઈ અને મહિલાકર્મી જેવા હોટેલમાં ગયા ત્યાં જ તેણીનો પતિ પહોચી ગયો હોટેલ પર, હોટેલ પર પહોચી મહિલા પોલીસકર્મીના પતિએ હા હો કરતા હોટેલ પર હાજર પીએસઆઈને સમગ્ર જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પીએસઆઈ મહીલાને લઈને બેઝમેન્ટમાં ચાલ્યો ગયો હતો.જ્યાં પોતાની ગાડીની ડીક્કીમાં પૂરી ગાડી લઇ હોટેલથી ચાલ્યો ગયો હતો. આ બનાવ બાદ ઉચ્ચ અધિકારીઓ સામે આ પ્રકરણ પહોચ્યું હતું. જેને લઈને ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં ઉપરોક્ત બાબતની ખરાઈ થઇ જતા પીએસઆઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. આ ઘટનાએ પોલીસબેડામાં ભારે ચકચાર જગાવી હતી.