ગુજરાતમાં પણ હવે લવ જેહાદ ગુનો ગણાશે, વાંચો શું છે કાયદામાં જોગવાઈ

0
866

જામનગર : હિંદુ ધર્મની યુવતીઓને વિધર્મી સખ્સો દ્વારા લગ્નની લાલચે કરવામાં આવતી ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિને રોકવા માટે હવે ગુજરાત સરકારે પણ લવ જેહાદ કાયદાની જોગવાઈ કરી છે. ગુજરાતમાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ બિલને રાજ્યપાલની મંજુરી મળી ગઈ છે અને હવે ટૂંક સમયમાં આ બીલ કાયદો બની જશે. આગામી દિવસોમાં જાહેરનામું પ્રસિદ્ધ કરાવી અમલ શરુ કરાવવામાં આવશે ત્યારબાદ ગુજરાતમાં પણ અન્ય રાજ્યોની જેમ લવ જેહાદનો કાયદો લાગુ પડી જશે.

હિંદુ યુવતીના વિધર્મીઓ દ્વારા ઘર્મ લગ્નની  લાલચે કરવામાં આવતા લગ્ન અને ધર્મ પરીવર્ત સંબંધિત ગુજરાત સરકાર સ્ટ્રીક બની છે. રાજ્ય સરકારે વિધાન સભામાં પાસ કરેલ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ બિલ પર રાજ્યપાલ દ્વારા પણ હસ્તાક્ષર કરી  દેવામાં આવ્યા છે.

માતાપિતા જ નહી પણ લોહીના સબંધ ધરાવતી કોઈ પણ વ્યક્તિ ફરિયાદી બની શકે


ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમમાં જોગવાઈ કરવામાં આવી છે કે લવ જેહાદના કિસ્સામાં જે વ્યક્તિ વિરૂદ્ધ નારાજ થયેલી વ્યક્તિ તેના માતા-પિતા, ભાઈ-બહેન અથવા લોહીના સગપણથી લગ્ન અથવા દત્તક વિધાન નથી પણ ધરાવતી કોઇ અન્ય વ્યક્તિ જે તે વિસ્તારમાં આવેલ પોલીસ સ્ટેશન પર જે તે સખ્સ સામે ફરિયાદ નોંધાવી શકે છે.


અમુક કિસ્સામાં બિન જામીન પાત્ર ગુનો

લવ જેહાદ સંબધે મદદગારી કરનાર સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જે અમુક બાબતે બિનજામીનપાત્ર ગુનો પણ બનશે. આ ફરિયાદની તપાસ ડીવાયએસપી કક્ષાના અધિકારી કરશે. નવી કલમ-4થી કોઈ વ્યક્તિના લગ્ન કરાવીને અથવા કોઈ વ્યક્તિને લગ્ન કરાવવામાં મદદ કરીને ધર્મ પરિવર્તનનાં જ હેતુમાં સજા ની જોગવાઈ કરાઈ છે. ગેરકાયદેસર ધર્મ પરિવર્તન દ્વારા લગ્ન સંસ્થા અને સંગઠને કરેલા ગુના સાબિત થાય તેવા કિસ્સામાં બિન જામીનપાત્ર ગુનો ગણાશે.

ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2003માં સુધારો

ગુજરાત વિધાનસભામાં ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2003માં સુધારા કરીને પ્રલોભન, બળજબરી, ગેરરજૂઆત અથવા બીજા કોઈ કપટયુક્ત સાધન મારફત ધર્મ પરિવર્તન કરાયું હશે તો દંડ અને સજાની જોગવાઈ વધુ આકરી બનાવાઈ છે. જોગવાઈ મુજબ કસુરવાન વ્યક્તિને ઓછામાં ઓછી ત્રણ વર્ષની અને વધુમાં વધુ પાંચ વર્ષની સજા અને બે લાખના દંડની જોગાવાઈ કરવામાં આવી છે. જો આ પ્રકારનો ગુનો સગીર અથવા અનુસૂચિત જાતિ-આદિ જાતિના કિસ્સામાં બનશે તો ચાર વરસ થી સાત વર્ષ સુધીની જેલ સજા અને ત્રણ લાખના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here