ગૌરવ: આ ગુજરાતીઓએ કેનેડામાં રચ્યું ગુજરાત

0
22512

‘જ્યાં જ્યાં ગુજરાતી ત્યાં સદા કાળ ગુજરાત’

‘ગુર્જર વાણી, ગુર્જર લ્હાણી, ગુર્જર શાણી રીત.
જંગલમાં પણ મંગલ કરતી, ગુર્જર ઉદ્યમ પ્રીત.

આ બે જ પંક્તિ વિશ્વને ગુજરાતીઓનો પરિચય આપી દયે છે. “જય ધન્ય સફળ ગુજરાતી, જય ધન્ય સફલ અદલ ગુજરાત!” વર્ષો પહેલાં સંજાણ બંદરે ઉતરેલી અને દૂધમાં સાકર જેમ ભળી ગયેલી પારસી પ્રજાએ ગુજરાતને અદકું ચાહ્યું છે! છોડમાંથી વટ વૃક્ષ બનાવી ઉજેર્યું છે..ઉછેર્યું છે..
“જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.” કવિ ખબરદાર પંચ મહાભૂતમાં વિલીન થઇ ગયા પણ એમના શબ્દો અમર થ‍ઇ ગ‍યા, એક એક ગુજરાતી જ્યાં છે ત્યાં સમગ્ર ગુજરાતનું, ગુજરાતની અસ્મિતાનું પ્રતિનિધિત્વ કરે છે. એવો એનો ભાવ આપણને શું કહે છે? એ યાદ કરાવે છે કે તમે સમગ્ર ગુજરાતના પ્રતિનિધિ છો. તમારાં વાણી વર્તન વ્યવહાર ગુજરાતનું ગૌરવ વધારે એવાં હોવા જોઇશે. પ્રદેશ એની પ્રજાનો નહિ, પ્રજા એના પ્રદેશનો પરિચય કરાવે છે.


હવે આવો જ દોર શરૂ થયો છે કેનેડામાં, અહીં ગુજરાતથી ધંધા-વ્યવસાય અને ઉચ્ચ અભ્યાસ અર્થે સ્થાઈ થયેલ ગુજરાતીઓએ કેનેડામાં વસાવ્યું છે ગુજરાત, ગુજરાતભરમાંથી અહીં સ્થાઈ થયેલ આહીર સમાજના ભાઈઓ- બહેનો જુદા જુદા પ્રાંતમાં સ્થાઈ થયાં છે. આ તમામ ભાઈઓ-બહેનોએ ‘ગુજરાત’ની સાથે આહીર સમાજની સોડમ કેનેડામાં મહેકાવી છે.
આ જ સંસ્કૃતિને કેનેડામાં આ લોકોએ જીવંત કરી છે.

કેનેડામાં સ્થાઈ થયેલ ગુજરાતીઓમાં આહીર સમાજે અલગ જ જ્યોત જગાવી છે. પોતીકી ગુજરાતી સંસ્કૃતિ અને આહીર પરંપરા પોતાની નવી પેઢીમાં સચવાય રહે, જતન થાય એ હેતુથી અહીં દર વર્ષે બે વખત અબાલ વૃદ્ધ તમામ જ્ઞાતિજનો એક જગ્યાએ એકત્ર થાય છે, તમામ પરિવારો એકબીજાની નજીક રહી પોતાપણું વધારે છે. દેશથી-વતનથી સેંકડો જોજન દૂર આ લોકો દેશ, રાજ્ય, સમાજ અને સંસ્ક્રુતિ ચિંતા કરે છે, વડીલો ઉગતી પેઢીને યુગો યુગોથી ચાલતી પરંપરા- સંસ્કૃતિના પાઠ ભણાવે છે, દૂર રહી દેશ, રાજ્ય અને ગુજરાતીઓની સમીપ કઈ રીતે રહી શકાય ? રસ્તાઓ શોધે છે, આખો દિવસ સાથે રહી એકબીજામાં રત થઇ, જેના અન્ન ભેગા એના મન ભેગા એમ માની સાથે ભોજન કરે છે, તંદુરસ્ત ગોષ્ઠિ બાદ મોજ મસ્તીની સાથે અંતે ગુજરાતી હોય ત્યાં ગરબા ન હોય એમ ચાલે, અહીં ગરબાની મોજ સાથે ફરી એકસાથે મળવાના વાયદા સાથે તમામ અલગ થાય છે.

જામનગરથી કેનેડા ગયેલા સવદાસ એમ.બરડિયાવદરા ( પૂર્વ પ્રમુખ જામનગર જીલ્લા આહીર કર્મચારી મંડળ) કહે છે કે, કેનેડામાં ઓન્ટારિઓ પ્રોવિન્સ માં વસવાટ કરતા ગુજરાતીઓમાં આહીર સમાજના લોકોએ અલગ ચિલી ચિતર્યો છે. સાત સમુંદર પાર રહી પોતાના દેશ, રાજ્ય અને સમાજની ચિંતા કરવી એ નાની વાત ન કહેવાય’
સવદાસભાઈ ઉમેરે છે કે , અહીં અઢી દાયકાથી સતત રહેતા આહીર સમાજના નાગરિકો મૂળ નિવાસીઓ સાથે હળીમળી ગયા છે, આ અઢી દાયકામાં સમાજના એક પણ નાગરિકે અહીંના નાના કાયદાનો પણ ક્યારેય ભંગ નથી કર્યો, એક પણ નાગરિક પર કાનૂની કાર્યવાહી થઈ હોય એવું ક્યારેય નથી બન્યું,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here