દ્વારકા: પાડોશી યુવાનને જાહેરમાં મણ મણની ચોપડાવતી પાડોશી યુવતીઓ

0
898

દેવભૂમિ દ્વારકા જીલ્લાના યાત્રાધામ દ્વારકા ખાતે ઇસ્કોન ગેઇટ પાસે મિત્ર સાથે ઉભેલા એક યુવાનને સ્કુટીમાં નીકળેલ બે યુવતીઓએ મણ મણની ચોપડાવતા જોવા જેવા દ્રશ્યો સર્જાયા હતા. મહિલાઓનું રૌદ્ર રૂપ જોઈ લોકોને પણ જોવા જેવી થઇ હતી. પાડોશી મહિલાઓએ યુવાનના પત્ની અને પુત્ર સાથે પણ આવો જ વહેવાર કરતી હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.

યાત્રાધામ દ્વારકામાં રામપરા વિસ્તારમાં રહેતા અને ડ્રાઈવિંગ કામ કરતા ભાવેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ કલ્યાણદાસ દૂધરેજિયા નામનો યુવાન ગત તા. ૨૫/૦૬/૨૦૨૩ના રોજ સાંજે સાડા છ વાગ્યે પોતાના મિત્ર સાથે ઇસ્કોન ગેટ પાસે રોડ પર ઉભા હતા ત્યારે પોતાના પાડોશમાં રહેતી કાજલબેન રમેશભાઇ દાણીધારીયા, નીરાલીબેન રમેશભાઇ દાણીધારીયા પોતાની સ્કુટી લઇ ત્યાંથી પસાર થઇ હતી. આ બન્નેએ ભાવેશને જોઈ લેતા પોતાના મોઢામાંથી જેમ ફાવે તેમ વાણીવિલાસ આચાર્યો હતો. યુવતીઓના રૌદ્ર સ્વરૂપને જોઈને જોઈએ અહીંથી પસાર થતા લોકોને પણ જાણે વગર પૈસે મનોરંજન મળ્યું હતું. બંને યુવતીઓને મજા આવી ત્યાં સુધી વાણીવિલાસ આચર્યો અને પછી સ્કુટી સાથે ત્યાંથી નીકળી ગઈ હતી. આ ઉપરાંત મીનાબેન રમેશભાઇ દાણીધારીયાએ પણ બાળકો તથા પત્ની ને અવાર નવાર ભુંડી ગાળો આપી પરેશાન કરી હતી. આ બાબતે ભાવેશે દ્વારકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here