ખંભાલીયા: એમ ન માનતા દેશી બંદુકનો જમાનો નથી, હજુ સાચવી રાખવામાં આવ્યા છે દેશી હથિયાર

0
711

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ પંથકમાંથી પોલીસે એક સખ્સને દેશી જામગરી બંદુક સાથે પકડી પાડ્યો છે. એસઓજી પોલીસે આ સખ્સના કબ્જામાંથી હથિયાર કબજે કરી આરોપી સામે આર્મ્સ એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં દેશી હથિયાર પકડાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. પખવાડિયા પૂર્વે એસઓજીની ટીમે હથિયાર પકડી પાડ્યા બાદ વધુએ એક સખ્સ સામે કાર્યવાહી કરી છે. ભાણવડ તાલુકાના સેવક દેવળીયા ગામની સીમમાં એક સખ્સ પાસે દેશી હથિયાર હોવાની વાત ધ્યાને આવતા એસઓજીના સ્ટાફે આ દિશામાં કાર્યવાહી કરી હતી. એસઓજીની ટીમ સેવક દેવળિયા ગામે પહોચી જઈ, ગામની નદીના કાઠે બાવળની જાડીમા શંકાસ્પદ હાલતમાં રહેલા ઇમરાનભાઇ આમદભાઇ રાવકરડા ઉ.વ.૨૧ રે.વેરાડ ગામ તા.જામજોધપુર જી.જામનગર વાળા સખ્સને આંતરી લીધો હતો. પોલીસે આ સખ્સની તલાસી લેતા તેના કબ્જામાંથી એક હજાર રૂપિયાની કીમતની કોઇ પણ પાસ પરવાના વગર જામગરી બદુક (અગ્નીશાસ્ત્ર) મળી આવ્યું હતું. પોલીસે આ હથિયાર કબજે કરી આરોપી સામે ભાણવડ પોલીસ દફતરમાં આર્મ્સ એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરી હતી. જેના આધારે ભાણવડ પોલીસ દફતરના હેડ કોન્સ્ટેબલ સીબી જાડેજા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here