દ્વારકા: પતીના અવશાન બાદ વિયોગ સહન ન થયો પત્નીથી…

0
505

સંસારના તાતણે બંધાયેલ અનેક દંપતીઓ એકાકાર થઇ જતા હોય છે. એકમેકને સમર્પિત આ યુગલ પૈકી એકને તડકો-છાયો આવે તો બીજું હૈયું પણ ધડકવાનું ભૂલી જાય છે. એવો પ્રેમ સંપાદિત થાય છે જાણે એ યુગલ એકમેક માટે જ બન્યું હોય, આવા તો અનેક યુગલો એકાકાર થઇ સંસારમાં રત છે. ત્યારે આવું જ એક એકાકાર યુગલ વિચ્છેદ થયું અને થોડા જ સમયમાં હર્યોભર્યો યુગલનો માળો વિખેરાય ગયો, વાત છે દેવભૂમિ દ્વારકા જીલ્લાની.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા તાલુકા વરવાળા ગામે પતીના અવસાન બાદ ગુમસુમ રહેતી અને વિરહમાં જુરતી પત્નીએ આખરે પતી સુધી પહોચવા ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કરી લીધો છે.વરવાળા ગામે ગરબી ચોક વિસ્તારમાં રહેતા રીનાબેન ઇશ્વરલાલ કારેલીયા ઉ.વ.૬૩ વાળાના પતીનું તાજેતરમાં અવસાન થયું, એકાકાર આ દંપતીનો આ ભવનો સાથ છૂટ્યો, બસ ત્યારથી રીનાબેન સતત ગુમસુમ રહેવા લાગ્યા હતા. પતીના વિરહમાં દિવસે ને દિવસે રીનાબેન સતત જુરતા રહ્યા, એક સમય એવો આવ્યો કે આ જ વિરહમાં તેઓની માનસિક સ્થિતિ પણ કથળી ગઈ,

અંતે આવી સ્થિતિમાંથી છુટકારો મેળવવા તેણીએ ગઈ કાલે સાંજે સાડા પાંચેક વાગ્યાના સુમારે વરવાળા ગામના રેલ્વે ટ્રેક પર પહોચી ઘસમસતી ટ્રેન નીચે જંપલાવી આપઘાત કરી લીધો હતો. પતિના વિરહ અને પતી સુધી પહોચવા આખરે રીનાબેને ટ્રેઈન નીચે પડતું મૂકી આ ફાની દુનિયાને અલવિદા કહ્યું હતું. આ બનાવ અંગે રીનાબેનના પુત્ર રીધીશભાઇ ઇશ્વરલાલ કારેલીયાએ જાણ કરતા સ્થાનિક પોલીસે સ્થળ પર પહોચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here