જામનગર નજીક લાખાબાવળ ગામે આવેલ સેવન સીજન રિસોર્ટમાં ચાલતા જુગાર ધામ પર પોલીસે દરોડો પાડી એક મહિલા સહીત ત્રણ જીલ્લાના સાત જુગારીઓને તીનપતીનો જુગાર રમતા પકડી પાડ્યા છે. પોલીસે અહીંથી અઢી લાખની રોકડ સહિતનો મુદ્દામાંલ કબજે કર્યો છે. જયારે પોલીસના દરોડા દરમિયાન સાત સખ્સો પકડી પાડ્યા છે.
જામનગર નજીકના લાખા બાવળ ગામના પાટિયા સામે આવેલ સેવન સીજન રિસોર્ટમાં પોરબંદરના રાજન ઓડેદરા સહિતનાઓએ રૂમ બુક કરાવી અન્ય સખ્સો સામે મળી જુગાર ચાલુ કર્યો હોવાની એલસીબીને ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે એલસીબીના પીએસઆઈ કરમટા, ગોહિલ અને મોદી સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો. જેમાં રિસોર્ટ અંદરના રૂમમાં જુગાર રમી રહેલ રાજનભાઇ નાગાજણભાઇ ઓડેદરા રહે. બોખીરા, તુમડા વિસ્તાર, હનુમાન ડાડાના મંદિર પાછળ, પોરબંદર, દેવશીભાઇ લાખણશીભાઇ ઓડેદરા રહે. ભાવપરાગામ તા.જી.પોરબંદર, પોપટભાઇ ભીમાભાઇ ઓડેદરા રહે. રોકડીયા હનુમાન મંદીર પાસે, ગીતાનંગર ગેટની બાજુમાં પોરબંદર, દિલીપભાઇ હમીરભાઇ મોઢવાડીયા રહે. મીલપરા શેરી નંબર-૨, કડીયા પ્લોટ પોરબંદર. પ્રતિકભાઇ રમેશભાઇ જોષી રહે. સન્યાશી આશ્રમ પાસે, ગંજીવાડો, જામજોધપુર જી.જામનગર, વિરેન્દ્રભાઇ રાણશીભાઇ ધારાણી રહે. રાજાણી મીલ પ્લોટ, જામજોધપુર જી.જામનગર, હરદાસભાઇ નાગાજણભાઇ ઓડેદરા રહે. રોકડીયા હનુમાન મંદિર પાસે, મારૂતી પાર્ક, પોરબંદર, દિલીપભાઇ પ્રભાશંકરભાઇ વ્યાસ રહે. તીરૂપતી સોસાયટી, જામજોધપુર જી.જામનગર, મધુબેન પુનાભાઇ ધરણાંતભાઇ સુવા રહે. ખાખીજાળીયાગામ તા.ઉપલેટા જી.રાજકોટ વાળા સખ્સો આબાદ પકડાયા હતા. પોલીસે પકડાયેલ સખ્સોના કબ્જામાંથી રૂપિયા અઢી લાખની રોકડ અને કાર તેમજ મોબાઈલ ફોન સહીતનો સવા નવા લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જયારે આ દરોડા દરમિયાન જુગાર રમી રહેલ ભાયાભાઇ ઓડેદરા મેર રહે. કોટડાગામ તા.કુતીયાણા જી.પોરબંદર, અજયભાઇ ખુટી રહે. બોખીરા તુબડા વિસ્તાર, પોરબંદર, ભીમભાઇ ઓડેદરા મેર રહે. કોટડાગામ તા.કુતીયાણા જી.પોરબંદર, ગુલાબભાઇ વ્યાસ રહે. જામજોધપુર જી.જામનગર, મુનાભાઇ ઉર્ફે ચીતો પરસાણીયા પટેલ રહે. જામજોધપુર જી.જામનગર, આ તમામ સખ્સોના નામે સચીનભાઇ સીપરીયા રહે. જામનગર વાળાએ સેવન સીઝન રીસોર્ટમાં રૂમ બુક કરાવ્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. આ તમામ સખ્સો પોલીસના દરોડા દરમિયાન નાશી ગયા હોવાનું પણ જાહેર કરાયું છે.
પોલીસે કબજે કરેલ મુદ્દામાલ
(૧) રોકડ રૂ. ૨,૪૯,૯૦૦
(૨) અર્ટીગાકાર જી.જે.૦૩ જેઆર ૪૫૪૫ કિ.રૂ. ૪,૦૦,૦૦૦
(૩) ઇકો કાર જી.જે.૧૦ ડીએન ૦૨૪૯ કિ.રૂ. ૨,૦૦,૦૦૦
(૪) મોબાઇલ ફોન નંગ-૮ કિ.રૂ. ૭૫,૦૦૦
કુલ મુદામાલ રૂ. ૯,૨૪,૯૦૦