ખંભાલીયા: પૂર્વ પત્ની સાથે રહેતા સખ્સે યુવાન પર તલવારથી કર્યો હુમલો

0
742

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા ખાતે જૂની કોર્ટ પાસે રહેતા એક યુવાન પર પૂર્વ સાળા સહિતના સખ્સોએ હુમલો કરી માર મારી ધમકી આપી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પૂર્વ પત્નીનો ભાઈ યુવાનની પુત્રીને ઘરેથી લઇ ગયા બાદ પુત્રીને પરત લેવા ગયેલ યુવાન પર પૂર્વ પત્ની સાથે રહેતા સખ્સ અને સાળાઓ તથા પૂર્વ પત્ની સહિતનાઓ તૂટી પડ્યા હોવાનો ફરિયાદમાં આરોપ લગાવાયો છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા ખાતે જૂની કોર્ટ નજીક રહેતા પરેશભાઈ ઉર્ફે મુનીયો પરબતભાઈ ચૌહાણ નામના ૪૨ વર્ષીય યુવાન પર હબીબભાઈ ઉમરભાઈ સિપાઈ , જયદીપભાઇ કલ્યાણજી, દિલીપભાઈ કલ્યાણજીભાઈ  અને ચાંદનીબેન રહે બધા ખંભાળિયાવાળાઓએ ગઈ કાલે હુમલો કરી માર માર્યો હતો.

ફરિયાદી મુનિયાના સાતેક વર્ષ પૂર્વે આરોપી ચાંદની સાથે લગ્ન થયા હતા. સંસારમાં વિખવાદ થતા પાંચેક વર્ષ પૂર્વે બંને જુદા થઇ ગયા હતા. ગઈ કાલે મુનીયો ઘી ડેમ સાઈટ પર ગયો હતો ત્યારે તેઓના ઘરે તેમનો પૂર્વ સાળો જયદીપ આવ્યો હતો અને મુનિયાની દસ વર્ષીય પુત્રીને પોતાની સાથે લઇ ગયો હતો. ઘરે પહોચ્યા બાદ આ બાબતની જાણ થઇ હતી અને ત્યારબાદ મુનીયો પોતાની પુત્રીને પરત લેવા માટે આરોપીઓના ઘરે ગયો હતો. જ્યાં ચાંદનીની સાથે રહેતા આરોપી હબીબે તલવારથી હુમલો કરી એક ઘા હાથ અને અન્ય ઘા એકટીવા પર માર્યો હતો. જયારે મુનિયાના પૂર્વ સાળાઓ અને પૂર્વ પત્ની ચાંદનીએ ઢીકા પાટુંનો માર માર્યો હતો. પોતાની પુત્રીને પરત આપવાની ના પાડી કરાયેલ હુમલા બાદ ઘવાયેલ મુનિયાએ હોસ્પિટલમાં સારવાર લીધી હતી અને આ બનાવ અંગે વિધિવત ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે હેડ કોન્સ્ટેબલ જયમીન ડોડીયા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here