જામનગર : અતિવૃષ્ટીએ વેરેલી તારાજી સામે રાહત પેકેજની માંગણી કરતા સાંસદ પૂનમબેન માડમ

0
683

જામનગર : જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લ ઘણાખરા વિસ્તારમાં તાજેતરના ભારે વરસાદથી થયેલા નુકસાન પેટે  ખાસ રાહત પેકેજની સંસદસભ્ય પૂનમબેન માડમએ માંગણી કરી છે  અતિવૃષ્ટીગ્રસ્ત ખેડૂતો- વેપારીઓ-રહેવાસીઓ-માલધારીઓ સહિત નુકસાન નો ભોગ બનેલા સૌ નાગરીકોના હિત માટે ગાંધીનગરમાં મુખ્યમંત્રી,નાયબ મુખ્યમંત્રી, નિતિનભાઇ પટેલ સમક્ષ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમએ ખાસ જહેમત ઉઠાવી તૈયાર કરેલો સમગ્ર તારાજીનો વિસ્તૃત અહેવાલ રજુ કર્યો હતો

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના અમુક અમુક વિસ્તારોમાં,અતિભારે વરસાદના પગલે થયેલી નુકસાની અંગે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલને ,હકીકતલક્ષી અહેવાલ રજુ કરી, બંને જિલ્લાઓમાં સર્વે કરાવી,નુકસાન પેટે અસરગ્રસ્તો માટે  ખાસ  રાહત પેકેજની માંગણી આ તકે  સંસદસભ્ય માડમએ  કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ વખતે સામાન્ય કરતા વધુ વરસાદ થયો,ડેમો ઓવરફ્લો થયા અને તે પાણી નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યા અને જમીનોના  ધોવાણ થવાથી ખેડુતોને સામાન્યથી વિશેષ નુકસાન થયુ હોઇ સંસદસભ્ય પૂનમબેન માડમએ વિશેષ પેકેજ ની ભારપુર્વક રજુઆત કરી છે

આ માટે સર્વે પણ જલદીથી થાય માટે ઝડપથી રાહતની કાર્યવાહી થાય તેમ પણ આ રજુઆતમાં સંસદસભ્ય પૂનમબેન માડમએ જણાવી ઉમેર્યુ હતુ કે જુદા જુદા તાલુકાઓ તેમજ જુદા જુદા ગામો જ્યા રહેણાંકોમાં વરસાદી પાણી ઘુસવાથી ઘરવખરીનુ મોટુ  નુકસાન થયુ સાથે સાથે દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓને નુકસાન થયુ અને માલધારીઓ-પશુપાલકોને પણ તેમના માલઢોરના નુકસાન થયા છે અને જાનહાની પણ ચિંતાજનક રીતે થઇ છે માટે સમગ્ર પણે જે જે  વર્ગને નુકસાન થયુ છે તે પેટે ખાસ વિશેષ રાહત પેકેજ ઝડપી સર્વે થઇને ફાળવવામાં આવે તેવી મુદાસરની માંગણી  અને ભારપુર્વકની રજુઆત બંને જિલ્લામાં અતિવૃષ્ટીથી નુકસાન પામેલા તમામ વર્ગના નાગરીકોના હિતમાં સંસદસભ્ય પૂનમબેન માડમએ સરકારમાં કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here