પોલીટીક્સ : આ નગરપાલિકાના ભાજપના સાત નગરસેવકો સસ્પેન્ડ કરાયા, કારણ છે આવું

0
1062

જામનગર : ખેડા જીલ્લાના ખેડા જિલ્લાની પાંચ પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી 2જીએ યોજાઇ હતી. જેમાં ચાર પાલિકામાં ભાજપમાં અસંતોષ જોવા મળ્યો હતો. જેમાં ઠાસરા નગરપાલિકાના સાત નગરસેવકોએ કરેલ પક્ષનાં આદેશના અનુસંધાને કડક કાર્યવાહી  કરવામાં આવી છે.

આ અસંતોષ વચ્ચે ત્રણ નગરપાલિકા ગુમાવી દીધી છે. જોકે, આ મામલે મોવડી મંડળે ગંભીર નોંધ લીધી છે અને જવાબદારો સામે પગલાં ભરવા ધમધમાટ શરૂ કર્યો છે. ત્રણ દિવસ પૂર્વે નગરપાલિકાઓના હોદ્દેદારોની ચૂંટણી યોજાઈ હતી જેમાં ડાકોર નગરપાલિકાના ભાજપના સાત સભ્યોએ બળવો કર્યો હતો. જેના પરિણામે ભાજપે સતા ગુમાવવી પડી હતી. આવી સ્થિતિ વચ્ચે આજે ભાજપ દ્વારા કડક નિર્ણય કરવામાં આવ્યો છે.

ડાકોર નગરપાલિકામાં ભાજપના વ્હીપનો અનાદર કરી અમુક નગરસેવકોએ અનાદર કરતા સાત ગુમાવવાનો વારો આવ્યો હતો. જેને લઈને ભાજપાને ઈમેજને ધક્કો લાગ્યો હતો. નગરસેવકોને કરેલા પક્ષના વ્હીપના અનાદરની અસર અન્ય જિલ્લાઓમાં ન પડે તે હેતુથી પક્ષમાંથી સાતેય નગરસેવકોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જોકે, આ સ્થિતિ પાછળ ભાજપના મોવડીઓ જ જવાબદાર હોવાનો પણ એક સુર ઉઠ્યો છે. નવા રચાયેલા ભાજપ સંગઠનમાં દરેક મંડળ કક્ષાએ જૂથવાદ ઉભરીને બહાર આવ્યો હતો. ભાજપ શાસિત નગરપાલિકાની સત્તામાં પણ જૂથવાદ મજબૂત થઈ રહ્યો હતો. ખેડા, ઠાસરા, ચકલાસી, ડાકોર, કપડવંજ, મહુધા નગરપાલિકામાં રાજકીય હૂંસાતુસી વારંવાર બહાર આવતી રહે છે. ત્યારે આ જૂથવાદ વધુ પ્રબળ બને તે પૂર્વે જ ભાજપ દ્વારા સાત સભ્યોને સસ્પેન્ડ કરી અન્ય નગરપાલિકાઓના નગરસેવકોને જાણે ચેતવણી આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here