નવાગામ ઘેડમાં ધમધમતી ઘોડીપાસાની કલબ પર પોલીસ ત્રાટકી, નામચીન સખ્સો પકડાયા

0
787

જામનગર અપડેટ્સ : જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી દસ સખ્સોને રૂપિયા ૧.૬૫ લાખની મતા સાથે પકડી પાડયા છે.  જયારે મકાન માલિક હાજર નહિ મળતા ફરાર દર્શાવાયો છે.

જામનગરમાં નવાગામધેડ વિસ્તારમાં  હનુમાનચોકમાં રહેતા મકાન માલીક કિશોરભાઇ વશરામભાઇ મકવાણાએ પોતાના મિત્ર હીતેશભાઇ શીંગાળાની સાથે મળી પોતાના કબ્જા ભોગવાટાના રહેણાંક મકાનમાં બહારથી પુરૂષો ભેગા કરી ધોડી પાસાના પાસા વડે પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉધરાવી જુગારનો અખાડો ચલાવતા હોવાની સીટી બી ડીવીજન પોલીસને ચોક્કસ હકીકત મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો જેમાં ઘોડીપાસા ફેકી જુગાર રમતા હિતેશભાઇ અશોકભાઇ શીંગાળા કોળી રહે. નવાગામધેડ, હનુમાનચોક પાસે, જામનગર, સચીનભાઇ કિશોરભાઇ કંટાળીયા કોળી રહે. નવાગામધેડ, પંચાયત ઓફીસ પાસે, શેરી નંબર-૨, જામનગર, અજીતસિંહ પ્રતાપસિંહ વાઢેર ગીરા રહે. નવાગામધેડ, પંચાયત ઓફીસની બાજુમાં જામનગર, અશોકભાઇ શરદભાઇ શીંગાળા કોળી રહે. નવાગામધેડ, હનુમાનચોક પાસે, જામનગર, રોહીતભાઇ વિશાલભાઇ ઉર્ફે સદામ શીંગાળા કોળી રહે. નવાગામધેડ, હનુમાનચોક પાસે, જામનગર, પાર્થભાઇ ભરતભાઇ રાઠોડ ખવાસ રહે. રામેશ્વરનગર, જલારામનગર ની બાજુમાં, માનશી પ્રોવિઝન સ્ટોર સામે, જામનગર, રમેશભાઇ ગોવુભા ચાવડા આહીર રહે. નવાગામધેડ, શંકરના મંદિર પાસે, જામનગર, હિતેન્દ્રસિંહ અભેસિંહ ઝાલા ગીરા રહે. નવાગામધેડ, માસ્તર સોસાયટી, આશાપુરા પાનની બાજુમાં જામનગર, તુષારભાઇ ચુનીલાલ ફીસડીયા કોળી રહે. જુના રેલ્વે સ્ટેશન, ભીમવાસ શેરી નંબર-૧, પાણીના ટાકા પાસે, જામનગર અને લખમણભાઇ ઉર્ફે લખન રામભાઇ ચાવડા આહીર રહે. નવાગામધેડ, જસવંત સોસાયટી, ગાયત્રીચોક પાસે, જામનગર વાળા સખ્સો આબાદ પકડાઈ ગયા હતા. પોલીસે તમામ સખ્સો પાસેથી રૂપિયા ૧,૬૫,૫૦૦ની રોકડ કબજે કરી હતી. દરોડા દરમિયાન મકાન માલિક હાજર નહી મળતા તે કિશોરભાઇ વશરામભાઇ મકવાણાને ફરાર દર્સાવાયો છે. પોલીસે તમામ સખ્સો સામે જુગારધારા ૪-૫  મુજબ કાર્યવાહી કરી ધરપકડ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here