કામની રજુઆત કરીએ તો અધિકારીઓ શ્રાપ આપવાની વાત કરે છે : MLA રાઘવજી પટેલ

0
1077

જામનગર અપડેટ્સ : આજે જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી. સત્તાધારી-વિપક્ષ વચ્ચેની ખેંચતાણને બદલે ભાજપ શાસિત જિલ્લા પંચાયતમાં ભાજપના પદાધિકારીઓની રજુઆત – માંગણીઓ સાંભળતા ન હોવાનો સૂર ઉઠ્યો છે. ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલે તો અધિકારીઓની મનમાની સામે વસવસો ઠાલવી અધિકારીઓની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. જેને લઈને પ્રમુખે બેઠકમાં જ અધિકારીઓને સુધરી જવાની વાત કરી પગલાં ભરવાની ચેતવણી આપી છે.

સામાન્ય રીતે સ્થાનિક સ્વરાજય સંસ્થાઓની સામાન્ય સભામાં વિપક્ષ અને સતાધારી જૂથ આમને સામે આવી જતા હોય છે, પણ જામનગર જિલ્લા પંચાયતમાં ઉલટો ઘાટ જોવા મળ્યો હતો. ભાજપા શાસિત જિલ્લા પંચાયતના ભાજપના જ સદસ્યો પદાધિકારીઓ અને ધારાસભ્યોએ સૂચવેલ કામ ન થતા હોવાની બુમરાળ ઉઠવા પામી હતી. ધારાસભ્ય રાઘવજી પટેલે સામાન્ય સભામાં જ વસવસો ઠાલવી અમલદારશાહી સામે પ્રશ્નો કર્યા હતા. સિંચાઈ આરોગ્ય અને શિક્ષણ વિભાગ પોતાની રજૂઆતો સાંભળતા ન હોવાની અને અધિકારીઓ મનમાની કરતા હોવાનો વસવસો વ્યક્ત કર્યો હતો. પ્રમુખ ચનીયારાએ તમામ અધિકારીઓને છેલ્લી વોર્નિંગ આપી સુધરી જવાની સલાહ આપી હતી.

અધિકારીઓથી માંડી અન્ય કર્મચારીઓ પ્રજાના પ્રતિનિધિઓની રજુઆત સાંભળતા ન હોય તો સામાન્ય પ્રજાની હાલત કેવી થતી હશે ? એ સમજી શકાય છે. લોકશાહીમાં અમલદારશાહીનું વર્ચસ્વ જોખમરુપ જ ગણાવી શકાય. સરકારે દરમિયાનગીરી કરી અમલદારશાહી સામે ઠોસ પગલાં ભરવા નહિ ભરે તો આગામી સમયમાં સ્થિતિ વધુ કઠિન બનશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here