જામનગર: તીનપતી રમવામાં મશગુલ હતી તેર મહિલાઓ ત્યાં પોલીસે રોન કાઢી

0
689

જામનગર અપડેટ્સ : જામનગરમાં રાંદલના વડ વિસ્તારમાં સીટી બી ડીવીજન પોલીસે દરોડો પાડી જાહેરમાં તીન પતીનો જુગાર રમતી તેર મહિલાઓને પોલીસે પકડી પાડી છે. પોલીસે તમામના કબ્જામાંથી અડધા લાખની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરમાં પાંચ બંગલા, રાજશકતી પાન પાછળ, ભોળેશ્વર સોસાયટી, ભગીરથસીહ રાઠોડના રહેણાંક મકાન પાસે જાહેરમાં અમુક મહિલાઓ જુગાર રમતી હોવાની પ્રાથમિક હકીકત મળતા સીટી બી ડીવીજન પોલીસે દરોડો પાડ્યો હતો જેમાં જાહેરમાં તીન પતિનો જુગાર રમતી વાલીબેન મોહનભાઈ પ્રેમજીભાઈ સુરેલા, સવીતાબેન વસંતભાઈ કેશવજીભાઈ સાંચલા, રીનાબેન વિજયભાઈ મોહનભાઈ સુરેલા, કમુબેન બાબુભાઈ મોહનભાઈ પરમાર, ઉષાબેન ભુપતભાઈ ભીમાભાઈ ગોસ્વામી, નયનાબા ભગીરથસીહ બહાદુરસીહ રાઠોડ, સંકુતલાબેન પાડુરંગ એકનાથ સેલાર, ખમાબા દીલુભા ભીમભા જાડેજા, વિષ્નુબા રાજેંન્દ્રસીહ અનીરુધ્ધસીહ જાડેજા, ગુણવતબા દશરથસીહ બહદુરસીહ ચૌહાણ, પ્રકાશબા શૈલેન્દ્રસીહ ચંદુભા જાડેજા, પુજાબેન ભુપતગીરી ભીમાભાઈ ગોસ્વામી, ગીતાબા ભુપતસીહ બહાદુરસીહ સોલંકી નામની મહિલાઓને આંતરી લેવામાં આવી હતી. પોલીસે તમામની પાસેથી રૂપિયા ૫૧ ઉપરાંતની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here