જામનગર : પતિએ અન્ય સ્ત્રીઓ સાથે સબંધ બાંધ્યા, નશો કરી પત્ની સાથે કર્યું આવું

0
1023

જામનગર અપડેટ્સ  : જામનગરમાં મહારાજા સોસાયટીમાં રહેતી પરિણીતાએ તેના પતિ સામે સ્ત્રી અત્યાચાર ધરઓઅ મુજબ ફરિયાદ નોધાવી છે. અન્ય સ્ત્રીઓ સાથે સબંધ બાંધી પતિએ મારકૂટ કરતા તેમજ અન્ય સાસરિયા સભ્યોએ દુખ ત્રાસ ગુજારી તેણીને ઘર બહાર કરી હતી.

જામનગરમાં રંગુનવાળા હોસ્પીટલ, મોટો પીરનો ચોક, સૈયદઅલી પીરની દરગાહ પાસે રહેતા પતી અવેઝભાઇ હનીફભાઇ શેખએ પત્ની કૌસરબાનું પર નશો કરી મારકૂટ કરી તેમજ અન્ય સ્ત્રીઓ સાથે સબંધ બાંધી ત્રાસ ગુજાર્યો હતો એક દિવસે તો  છરી બતાવી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જયારે અન્ય સાસરિયા સભ્યો સસરા હનીફભાઇ ઇસ્માઇલભાઇ શેખ, સાસુ મુમતાઝબેન હનીફભાઇ શેખ, નણંદ શાહીસ્તા હનીફભાઇ શેખ, નણંદ અલવીના ઇસ્તીયાઝ જુણેજા સહિતનાઓએ લગ્ન જીવન દરમિયાન અવારનવાર ઘર કામકાજ બાબતે તથા નાની નાની વાતમા તેણીનો વાક કાઢી ઝઘડાઓ કરી, દુખ ત્રાસ ગુજાર્યો હતો. જેને લઈને તેણીએ માવતર પક્ષનો સહારો લઇ પતિ સહિતનાઓ  સામે સીટી એ ડીવીજન પોલીસમાં સ્ત્રી અત્યાચાર ધારાઓ મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here