રાઘવજી પટેલને ફરી ગ્રામ્યનું સુકાન સોપવા જનતા કટિબદ્ધ

0
2246

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૭૭-જામનગર (ગ્રામ્ય) વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાઘવજીભાઈ પટેલના સમર્થનમાં મોટી ખાવડીમાં જાહેર સભા યોજાઈ હતી.

આ જાહેર સભાને ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરૃણ ચૂગ, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ લાલસીંગ આર્ય તેમજ ભાજપના લોકપ્રિય ઉમેદવાર રાઘવજીભાઈ પટેલે સંબોધન કરી ઉપસ્થિત જનમેદનીને ભાજપને ગુજરાતમાં પુનઃ સત્તાનું સુકાન સોંપવા અને કમળને મતદાન કરવા અપીલ કરી હતી.

આ પ્રસંગ્રે રાઘવજીભાઈ પટેલે સભાને સંબોધન કરતા કહ્યું હતું કે હું સામાન્ય જન-જન સુધી વિસ્તરેલો આમ માણસ છું. ત્રણ દાયકાથી સપ્તાહમાં એક વખત લોક દરબાર કરું છું. મારી પાસે આવેલ તમામ અરજદારને મેં દિલથી સાંભળી સમસ્યા ઉકેલવાના હર હમેશ પ્રયાસ કર્યા છે. મારો દરવાજો તમારા માટે હમેશા ખુલ્લો રહ્યો છે અને રહેશે. ગ્રામ વિકાસની વાત હોય કે કૃષિના પ્રશ્નો હોય કે પછી વીજ સમસ્યાને લઈને પ્રશ્નો હોય મેં હમેશા ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે.

ભાજપના મહા મંત્રી તરુણ ચુગએ પોતાના આગવા અંદાજમાં કહ્યું હતું કે કોંગ્રેસે માત્ર ભ્રષ્ટાચાર આપ્યો છે. ભાજપાએ વિકાસ આપી ગુજરાત મોડેલને દેશ સમક્ષ મુક્યું છે. વડાપ્રધાન મોદીજીની આગેવાની નીચે દેશ પ્રગતી કરી રહ્યો છે આ પ્રગતિમાં તમામે સહભાગી બનવા અપીલ કરી હતી.

આ પ્રસંગે ભાજપના આગેવાનો રમેશભાઈ મુંગરા, નિર્મલભાઈ સામાણી, દિલીપસિંહ ચુડાસમા, દિલીપભાઈ ભોજાણી, જિ.પં.ના સભ્ય, સરપંચો, આગેવાનો, રણછોડભાઈ પરમાર, કુમારપાલસિંહ રાણા, મુકુન્દભાઈ સભાયા, પ્રવિણસિંહ જાડેજા, પ્રતિક્ષાબા જાડેજા, દેવુભાઈ ગઢવી, પ્રકાશ વ્યાસ, પ્રદીપસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here