‘ઓક્સીજન અને વેન્ટીલેટર’ આ બંને ચિકિત્સા એક નથી, જાણો બંને વચ્ચેનો ભેદ

0
821

જામનગર : કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને તાજેતરમાં જ રાજ્યસભાની ચુંટણીમાં પરાજિત થયા બાદ કોરોનાગ્રસ્ત બનેલ ભરતસિંહ સોલંકીની તબિયત નાજુક ગણાવવામાં આવી રહી છે. તેઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. ત્યારે આ વેન્ટીલેટર અને ઓક્સીજન થેરાપી વચ્ચે આમ જનતાને કોઈ ખાસ અંતર લાગતું નથી. પરતું બંને થેરાપી વચ્ચે જમીન આસમાનનું અંતર છે.

હાલ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ તીવ્ર ગતિએ વધી રહ્યું છે. જો કે નોંધાયેલ દર્દીઓની સામે રીકવરી પામતા દર્દીઓનું પ્રમાણ ખુબ જ વધુ છે. બીજી તરફ નાજુક સ્થિતિવાળા દર્દીઓને તબીબો વેન્ટીલેટર પર રાખી સારવાર આપે છે

બીજી તરફ આમ નાગરિકોમાં વેન્ટીલેટર અને ઓક્સીજન આપી કરાતી ચિકિત્સામાં કોઈ અંતર કે તફાવત નહી હોવાનો એક મત પ્રવર્તી રહ્યો છે. આ ચિકિત્સા એક બીજાના પર્યાય તરીકે આમ નાગરિકોમાં સમજ વિદ્યમાન છે, પરંતુ આ બંને ચિકિત્સા વચ્છે ઘણું અંતર છે બંને ચિકિત્સા કેવી સ્થિતિમાં દર્દી પર લાગુ કરવામાં આવે છે તે સ્પસ્ટ થાય તો જ ખયાલ આવે કે આ બંને પ્રક્રિયા વચ્ચે કેટલો તફાવત છે.

વેન્ટીલેટર પર હોવું એટલે સ્થિતિ ગંભીર હોવી. વેન્ટીલેટર ઉપર વ્યક્તિને ત્યારે મુકાય જ્યારે એ પોતે શ્વાસ ન લઈ શકતા હોય, વ્યક્તિ વતી મશીન શ્વાસ લે એ વેન્ટીલેટર પર કહેવાય. વેન્ટીલેટર પર રહેલા દર્દીને લાઈફ સપોર્ટ સીસ્ટમ પર છે એવું પણ કહેવાય છે. શ્વાસ લેવાનું અને છોડવાનું કામ વેન્ટીલેટર કરે છે.

ઓક્સિજન પર હોવું એ ગંભીર સ્થિતિ નથી. ઓક્સિજન ઉપર કોઈપણ હોઈ શકે છે. સામાન્ય ન્યૂમોનિયા અને ટીબીનો દર્દી પણ ઓક્સિજન પર હોઈ શકે. ઓક્સિજન પર રહેલો વ્યક્તિ ભાનમાં હોય અને ઓછો શ્વાસ લેવાતો હોય તેવા સમયે નાકમાં સીધો જ શુદ્ધ ઓક્સિજન છોડવામાં આવે જેથી શ્વાસ લેવામાં તકલીફ ન પડે. સામાન્ય એક્સિડેન્ટ વખતે પણ વ્યક્તિ ગભરાઈ જાય અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો એને શુદ્ધ ઓક્સિજન આપવામાં આવે છે. જેવી એની શ્વાસ લેવાની શક્તિ 90% ઉપર જાય એટલે ઓક્સિજનની નોઝલ કાઢી નાખવામાં આવે. ઓક્સિજન પર રહેલો વ્યક્તિ શ્વાસ છોડી શકે છે. એટલે કે કાર્બન ડાયોક્સાઈડ અને વધારાના વાયુ જાતે બહાર કાઢી શકે છે. આ બન્ને સ્થિતિમાં જમીન આસમાનનો ફરક છે. એમ જાણીતા તબીબોએ જણાવ્યું છે. તો સમજાઈ ગયો હશે વેન્ટીલેટર અને ઓક્સીજન પર રહેલ દર્દીઓ વચ્ચેની ચિકિત્સાનો ભેદ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here