અંતરાય :…સાનુકુળતા હશે તો સોમવારથી જામનગર યાર્ડમાં મગફળીની ખરીદી….

0
583

જામનગર : જામનગર એપીએમસી ખાતે બે દિવસ સુધી ટેકાના ભાવ અને ખુલ્લા માર્કેટની મગફળીની આવક બંધ કરવામાં આવી છે. કારણકે હવામાન  વિભાગે કરેલ વરસાદની આગાહીને લઈને એપીએમસી તંત્ર દ્વારા અગમચેતીના ભાગ રૂપે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે હવે તંત્રએ અંતરાય વચ્ચે બે દિવસ વધુ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જો સાનુકુળ હવામાન હશે તો સોમવારથી યાર્ડમાં મગફળીની ખરીદ પ્રક્રિયા રાબેતા મુજબ શરુ કરી દેવામાં આવશે.

જામનગર સહિત સૌરાષ્ટ્ર અને દક્ષીણ ગુજરાતમાં વરસાદની સંભાવનાને લઈને કરવામાં આવેલ આગાહી બાદ જામનગર એપીએમસીમાં બે દિવસ મગફળીની આવક પર રોક લગાડી દેવામાં આવી છે. એપીએમસીના સેક્રેટરી હિતેશભાઈ પટેલના જણાવ્યા મુજબ હાપા ખાતેના એપીએમસીમાં મગફળી સંગ્રહની બંધ જગ્યાનો અભાવ છે એટેલે જો વરસાદ આવે તો ખેડૂતોની મગફળીને મોટું નુકસાન જાય, આવી સ્થિતિ નિર્માણ ન પામે તે માટે અગમચેતીના ભાગ રૂપે બે દિવસ મગફળીની ટેકાના ભાવ અને ઓપન માર્કેટની આવક બંધ કરવામાં આવી હતી હવે તેમાં વધુ બે દીવસ ઉમેરી જો હવામાન અનુકુળ રહેશે તો સોમવારથી મગફળી ખરીદ પ્રક્રિયા શરુ કરી દેવામાં આવશે એમ પણ તેઓએ ઉમેર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here