જામનગર : પંટરો-બુકીઓની મોસમ, અઠવાડિયામાં ક્રિકેટનો નવમો ડબ્બો પકડાયો

0
667

જામનગર : જામનગરમાં સેતાવાડ વિસ્તારમાં અવેડીયા મામા વાળી ગલીમાં ક્રિકેટનો ડબ્બો ચાલવતા એક સખ્સને એલસીબીએ દરોડો પાડી પકડી પાડ્યો છે. પોલીસે આ સખ્સના કબજામાંથી  રૂપિયા ૨૧ હજારનો મુદ્દામાલ કબજે કરી પ્રાથમિક પૂછપરછ કરી હતી જેમાં બુકી સહીત અન્ય  છ સખ્સોની સંડોવણી સામે આવી છે.

જામનગરમાં આઈપીએલની મેચ પર ક્રિકેટના ડબ્બો પર પોલીસ સતત ઘોસ છતાં પણ ક્રિકેટના જુગારિયો પોલીસને મચક આપવામાં પાછળ નહી  પડતા હોય એવું ચિત્ર છેલા એક સપ્તાહમાં ઉભરી આવ્યું છે. પોલીસે દરરોજ એક-બે ડબ્બા પકડે છે છતાં પણ ડબ્બા સંચાલકોમાં પોલીસનો કોઈ ભય ન હોય એમ દરરોજ પકડતા ડબ્બા પરથી ભાસ થાય છે. ગઈ કાલે રાત્રે એલસીબી પોલીસે શેતાવાડ વિસ્તારમાં અવેળીયા મામા વાળી ગલીમાં રેશમા મંજીલ નામના મકાનમાં દરોડો પાડ્યો હતો જેમાં વિશેષ અશોકભાઇ હરીભાઇ નાખવા રહે.પવનચકી ઢાળીયાનીચે અંજલી ન્યુઝની ઓફિસ પાસે જામનગર વાળો સખ્સ આબાદ પકડાઈ ગયો હતો આ સખ્સ હાલમા દુબઇમા રમાતી આઇપીએલ ૨૦-૨૦ ટુર્નામેન્ટ મેચ દિલ્હી કેપીટલ તથા રાજસ્થાન રોયલ ટીમ વિરૂધ્‍ધ રમાતી ૨૦-૨૦ ક્રિકેટ મેચ મોબાઇલ ફોનમા લાઇવ પ્રસારણ નીહાળી તથા મોબાઇલ ફોનમા પ્લેસ્ટોરમાથી ડાઉનલોડ કરેલ ક્રિકેટ એક્સચેન્જ નામની એપ્લીકેશનમા ઓનલાઇન સટ્ટો લેતા આબાદ પકડાઈ ગયો હતો.

આરોપી અન્ય પંટરો તથા બુકી સાથે મોબાઈલ ફોનમાં આકડા બોલી ગ્રાહકો સાથે વાતોચીતો કરી સેસન તથા મેચની હારજીતના પરીણામ અંગે મોબાઇલ ફોનથી જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી જુગારનો અખાડો ચલાવી રેઇડ દરમ્‍યાન રૂપિયા ૨૧ હજારની રોકડ સાતેહ પકડાયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી પ્રાથમીક પૂછપરછ કરતા આ ડબ્બા પર પપ નંબર જેના.મો.ન.૯૯૨૪૯૪૭૦૪૭, વિશાલભાઇ રહે.જામનગર મો.ન.૯૯૦૪૭૮૪૬૦૮, આર.બી.મો.ન.૯૪૦૯૬૮૮૮૦૮, ૧૫ નંબર મો.ન.૮૭૩૪૯૫૮૬૯૫, નિલેશભાઇ મો.ન.૯૮૨૫૬૦૭૨૪૩ અને અલીભાઇ રહે.લાલપુર મો.ન.૮૨૩૮૦૩૩૯૧૪ વાળાઓ સાથે સોદા તથા કપાત કરાવતો હોવાનું સામે આવ્યું છે.
પોલીસે પકડાયેલ સખ્સ તથા જે સખ્સોના નામ ખુલ્યા છે તે તમામ સામે જુગાર ધારા મુબજ કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે ગયા ગુરુવારથી આજના સપ્તાહના ગાળા દરમિયાન શહેરમાં નવમો ડબ્બો પકડાયો છે. જો કે સીટી એ ડીવીજનમાં એક જ સપ્તાહમાં પાંચ ડબ્બા પકડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here