જામનગર અપડેટ્સ : જામનગર જીલ્લામાં છેતરપીંડીનો એક અલગ કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોતાના પુત્રના સારા ભવિષ્ય માટે એક ઠગબાઝની ચાલમાં સપડાઈ ગયેલ પિતાએ લાખો રૂપિયા અને ૧૭ તોલા સોનાંથી હાથ ધોઈ નાખ્યાનો બનાવ પોલીસ દફતર સુધી પહોચ્યો છે. હડીયાણા ગામના એક આસામીએ ઠગબાઝ સામે અરજી કરી ન્યાય આપવાની માંગણી કરી છે.
જોડિયા તાલુકાના હદીયાના ગામે રહેતા મનસુખભાઈ કાનાણીએ જોડિયા પોલીસમાં અરજી કરી છે. જેમાં પોતાના પુત્રએ અભ્યાસ કરી લીધો હતો અને નોકરીની શોધમાં હતા તેવા સમયે સંજય નંદાસણા નામના એક સખ્સ સામે તેનો ભેટો થાય છે. આ સખ્સે પોતાની ઓળખ ઉંચી હોવાની વાતો કરી મનસુખભાઈના પુત્રને બેંકમાં નોકરી અપાવી દેવાની લાલચ આપી હતી, પુત્રને નોકરી મળી જશે એવી આશામાં આ સખ્સે મુકેલી રૂપિયા આપવાની વાતનો પણ મનસુખભાઈએ સ્વીકાર કરી લઇ, કટકે કટકે રૂપિયા ૩૫ લાખ આપી દીધા હતા. છતાં એ સખ્સે નોકરી અપાવી ન હતી. દરમિયાન તમારા પુત્રને શની ગ્રહ નડે છે એમ કહી આં ચાલબાઝે વધુ માયાજાળ બિછાવી હતી અને મનસુખભાઈ પાસેથી ગ્રહ શાંતિ માટે ૧૭ તોલા સોનું પડાવી લીધું હતું. આ વિધિ કરવા છતાં બેંકની નોકરી ન મળતા આખરે મનસુખભાઈને છેતરપીંડીનો એહસાસ થયો હતો. બીજી તરફ સંજય પણ જવાબ ન આપતો હોવાથી મનસુખભાઈએ જોડિયા પોલીસમાં અરજી કરી છે. આ સમગ્ર પ્રકરણમાં જોડિયા પોલીસે તપાસ હાથ ધરી છે.
જોડિયા પોલીસે આ અરજીના આધારે પ્રકરણની ખરાઈ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.