જામનગર : જીલ્લામાં જયારથી શરદ સિંઘલ પોલીસ અધિક્ષક તરીકે નિયુક્ત થયા ત્યારથી મોટા ભાગના ગંભીર ગુનાઓ તત્કાલ ડીટેકટ થયા છે. જયારે જયારે વ્યાજખોરોએ માથું ઉચક્યું ત્યારે ખુદ મેદાને આવી લોકસંવાદ યોજી પારદર્શિતા લાવવાનો ફળદાઈ પ્રયાસ કર્યો, જયારે જયારે હત્યાઓ, લુંટ, બળાત્કાર કે ચોરી સહિતના ગુનાઓ સામે આવતા ત્યારે ત્યારે જે તે પોલીસ દફતરને સીધા માર્ગદર્શન આપી ગુન્હાઓને ઉકેલવા અથાક પ્રયાસ કર્યા છે. જમીન માફિયાઓની ઇનડાયરેક્ટ ગુનોખોરી હોય કે સ્થાનિક માથાભારે સખ્સોની દાદાગીરી હોય, આ તમામ બાબતે એસપીએ અંગત રસ લઇ આરોપીઓના મૂળ સુધી પહોચવા પ્રયાસ કર્યો,
લોકો ઉગતા સૂર્યને પૂજે છે એ વાત નીર્વિવાદિત છે પણ આજે જામનગરથી વિદાય લઇ રહેલા એસપી શરદ સિંઘલ વિષે કરવી છે. દર વખતે બનતું હોય છે કે કોઈ અધિકારીની બદલી થતી હોય ત્યારે એ અધિકારી વિષે કોઈ નેગેટીવ લખતું હોય છે. પણ આજે પ્રકાશ પાડવો છે એ અઢી વર્ષના સ્મરણો પર,
હાલ જીલ્લાના મોટાભાગના આઈએએસ કે આઈપીએસ અધિકારીઓ પત્રકારો સાથે મોબાઈલ પર વાત કરતા જ નથી ત્યારે એક એવા એસપી કે અડધી રાતે કોલ કરો તો જવાબ મળે જ, હા, નથુ બોલ…..એક પત્રકાર અને અધિકારી તરીકે અમે કેટલીય વખત દલીલબાજીમાં સામસામે આવી ગયા, કેટલીય વખત તીખી-મીઠી નોકજોક પણ થઇ, ‘યાર મેં ઇસ કેસમેં ઇતની મહેનત કર રહા હું ઓર તું કોઈ ઓર દિશા ચલ રહા હે’, ‘મેરી ટીમ ઇતના કામ કર રહી હે, ઇસ દિશામે ચલ રહી હે.’ …વગેરે વગેરે
પ્રસાસન કોઈ ચૂક કરે ત્યારે કાન આમળવો એ પત્રકારત્વ છે બસ આ જ ભાવને કાયમ રાખી તમામ પ્રસાસનની સાથે પોલીસ પ્રસાસનના રીપોર્ટીંગ વખતે પણ એક જ એથીક્સ સામે રહેતો, કોઈ તંત્ર એવું ન ઇચ્છે કે મીડિયામાં છબી ખરાબ થાય બસ એજ બાબતે એસપી સિંઘલ અને અમારે વચ્ચે સંવાદો થતા રહેતા, જયારે જયારે સૂચનની જરૂર પડી ત્યારે ત્યારે એસપીએ તમામ પત્રકારો પાસેથી સૂચનો માંગી સુચારુ વ્યવસ્થા માટે આયોજનો ઘડી કાઢ્યા,
જયારે કોઈ બાબતે નેગેટીવ રીપોર્ટીંગ થયું હોય તો પણ સહજ ભાવે પોતાની બાજુ રજુ કરી કહેતા યાર પૂછ તો લિયા હોતા…? ઓફીસની વ્યસ્તતા વચ્ચે પણ જયારે પત્રકારો મળવા જતા ત્યારે અગત્યના કામ મૂકી તુરંત ઓફીસમાં બોલાવી લેતા અને ઉમળકાભેર આવકાર આપતા, કાયદો વ્યવસ્થા સંબંધિત ચર્ચાઓ થતી સૂચનોને આવકારતા રહેતા, કોઈ પ્રસાસનનું નેગેટીવ રીપોર્ટીંગ થાય એ કોઈ અધિકારી માટે અસ્વીકાર્ય હોય છે પણ સિંઘલ એક એવા અધિકારી છે જેના ડીપાર્ટમેન્ટ અંગે કોઈ નેગેટીવ રીપોર્ટીંગ થયુ હોય તો પણ ક્યારેય પૂર્વગ્રહ જોવા મળ્યો નથી. જે તે દિવસે નોકજોક થાય પણ બીજા જ દિવસે રાબેતા મુજબ ફરી પોતપોતાની કામગીરીમાં ગૂંથાઈ જતા,
છેલ્લે કોરોનાકાળમાં તો ખુદ એસપી સિંઘલ રસ્તાઓ પર પહેરો ભરતા જોવા મળ્યા હતા. કોરોના કાળમાં જે મહેનત એસપી સિંઘલે કરી છે તેને અબાલ વૃદ્ધ સૌ કોઈ યાદ રાખશે, લોક ડાઉનના એ પીરીયડમાં રાત હોય કે દિવસ એસપી શહેર જીલ્લામાં અચૂક ક્યાંકને ક્યાંક તો મળી જ જતા. એમાય પ્રોબેશનલ એએસપી સાફિન હસનનો સાથ મળતા એસપી શરદ સિંઘલની કામગીરી દીપી ઉઠી હતી.
છેલ્લે એ વાસ્તવિકતા છે કે જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને સુદ્રઢ બનાવવા મહેનત કરનાર એસપીની બઢતી સાથે બદલી થઇ એ ડીપાર્ટમેન્ટનો પ્રક્રિયાનો એક ભાગ છે પણ એસપી તરીકેની ફરજને જામનગર જીલ્લાના નાગરિકો ક્યારેય નહી ભૂલાય.