IPS ઓફીસરોમાં કોઈ પતિ-પત્ની, કોઈ જીજા-સાળી, આવી છે ગુજરાત કેડર

0
1027

જામનગર : જામનગરના નવા પોલીસ અધિક્ષક તરીકે શ્વેતા શ્રીમાળી અને તેના જ પતિ એવા આઈપીએસ સુનીલ જોશીની દેવભૂમિ દ્વારકા  ખાતે બદલી કરી બંનેને એસપી તરીકે સરકારે નિયુક્ત કર્યા છે. જો કે આ એક માત્ર અંગત સબંધી એવા આઈપીએસ નથી પરંતુ રાજયના અન્ય આઈપીએસ પણ ધરાવે છે અંગત સબંધ, કોઈ લોહીના સબંધ તો કોઈ અંગત સંબધી છે.

જામનગરના તત્કાલીન જીલ્લા પોલીસ વડા આઈપીએસ પ્રદીપ શેજુલ અને ભરૂચ એસપી શોભા ભૂતડાએ વર્ષ ૨૦૧૫માં લગ્નગ્રંથીથી જોડાયા ત્યારે આ કપલ તમામ પ્રસાર પ્રચાર માધ્યમોનું હિસ્સો બન્યું હતું. આ કપલ બાદ ફરી વખત વધુ એક આઈપીએસ દંપતી ચર્ચાઓમાં આવ્યું છે. શનિવારે રાત્રે રાજ્યના ૭૪ આઈપીએસ ઓફીસર્સની બઢતી-બદલીઓ કરવામાં આવી છે. જેમાં જામનગરના એસપી તરીકે ડાંગના એસપી શ્વેતા શ્રીમાળીની નિયુક્તિ કરવામાં આવી છે. જયારે તેના જ પતિ એવા વલસાડ એસપી સુનીલ જોશીની દેવભૂમિ દ્વારકા જીલ્લાના એસપી તરીકે નીયુકતી કરવામાં આવી છે.

આ બદલીઓના દોરમાં અન્ય અંગત સબંધીઓ પણ પ્રસાર માધ્યમોના સમાચાર બન્યા છે. આ બદલીઓમાં રાજ્યના આઠ પ્રોબેશનલ આઈપીએસ અધિકારોની એએસપી તરીકે નીયુકતી થઇ છે. જેમાં લવીના સિન્હાની નિયુક્તિ કરવામાં આવી છે. આ ફીમેલ યુવા આઈપીએસ કોણ છે ખબર છે તમને ? રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ અને મુખ્ય ચૂંટણી કમિશ્નર વરેશ સિન્હાની પુત્રી, આ જ નિવૃત અધિકારીના જમાઈ છે અમરેલીના એસપી નિર્લિપ્ત રાય, સિન્હાની મોટી પુત્રી સાથે રાયનો સંસાર શરુ થયો, જયારે નાની પુત્રી સાળી બની પોલીસફોર્સમાં સાથીદાર બની,  ગુજરાત કેડરના આઈપીએસ એવા લવીના સિન્હાએ લાંબી રજાઓના કારણે મોડી તાલીમ શરુ થઇ હતી. લવીના સિન્હાની તાલીમ લેટ શરુ થઇ હતી. ગુજરાત કેડરના આઈએએસ અને જામનગરના પૂર્વ ડીડીઓ પ્રસસ્તી પારિકના પતિ પણ રાજયના આઈપીએસ અધિકારી છે. જયારે ભૂતકાળમાં ડોકયુ કરીએ તો આઈપીએસ અનીતા કરવાલ અને અતુલ કરવાલ, આઈપીએસ કુલદીપ શર્મા અને તેના ભાઈ આઈએએસ પ્રદીપ શર્માનો  સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here