જામનગર : જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાની સંયુક્ત સંસદ મત ક્ષેત્રની બેઠકના સાંસદ પુનમબેન માડમ આવતી કાલથી સતત પખવાડિયા સુધી દિલ્લી ખાતે ચોમાસું સત્રમાં હાજરી આપશે, જો કે આ સમયગાળા દરમિયાન સાંસદ કાર્યલય ખુલ્લું રહેશે. અરજદારો અને નાગરિકોએ ઓફીસ કાર્યાલય પર આવી પોતાની સમસ્યાઓનું સમાધાન કરાવી શકે છે.
આવતી કાલેથી તા. ૧૪થી ચોમાસું સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. આ સત્રમાં ભાગ લેવા માટે જામનગરના સાંસદ પુનમબેન માડમ દિલ્લી રવાના થશે, જેને લઈને આગામી તા. ૧/૧૦/૨૦૨૦ સુધી પૂનમબેન કામકાજના દિવસોમાં જામનગરમાં નહી મળી શકે. જો કે જામનગરમાં પીએન માર્ગ પર નિયો સ્ક્વેરમાં આવેલ અને ખંભાલીયામાં પોસ્ટ ઓફીસ રોડ પર આવેલ કાર્યાલય નિયમિત સવારે સાડા નવ થી રાત્રીના સાડા આઠ સુધી ખુલા રહેશે, નાગરિકોએ આ કાર્યાલયનો સંપર્ક કરવા એક યાદીમાં જણાવ્યું છે.