જામનગર : જામનગર નજીકના ખંભાલીયા ધોરીમાર્ગ પર આવેલ સાપર ગામેં કોઈ જનેતાએ એક દિવસ પૂર્વે જ જન્મેલ બાળકીને નિષ્ઠુર જનેતાએ ત્યજી દેતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. જાળીઓમાં રડતી બાળકીને ૧૦૮ની ટીમે ઉગારી લઇ નવ જીવન આપ્યું છે. હાલ આ બાળકી જીજી હોસ્પિટલના ગાયનેક વોર્ડના બેબી વોર્ડમાં રાખવામાં આવી છે.

એવા અનેક પરિવારજનો છે જ્યાં બાળકીના જન્મના અનેરા વધામણા કરે છે. એવા અનેક પરિવારો છે જેઓએ પોતાના પરિવારમાં બાળકી ન હોવાથી દતક લઇ નવું જીવન આપ્યું હોય, પરંતુ એવા પણ દાખલા છે જેમાં નિષ્ઠુર જનેતા પોતાના નવજાતને ત્યજી દેતા આવ્યા છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જામનગર નજીકના સાપર ગામથી, આજે સાંજના સમયે ૧૦૮ની ટીમને કોલ આવે છે, સાહેબ અહી જાળીઓ પાસે નવજાત બાળકને કોઈ છોડી ગયું છે અને રડે છે. જેને લઈને ૧૦૮ની ટીમ તાત્કાલિક સાપર ગામે પહોચે છે જે તે લોકેશન પર રડતી ફૂલ જેવી બાળકીનો કબજો સંભાળી તુરંત પ્રાથમિક સારવાર રૂપે ઓક્શીજ્ન પૂરો પાડે છે.

ત્યારબાદ બાળકીને હોસ્પિટલ ખસેડી સારવાર આપી નવ જીવન આપવામાં આવે છે. અંત્યંત તંદુરસ્ત બાળકીને કઈ જનેતાએ કેવી હાલતમાં ત્યજી દીધી હશે એ વિચારીને કાળજું કંપી જાય છે. તંદુરસ્ત બાળકને છોડતા પહેલા એ જનેતાને એક પણ કોઈ વિચાર જ નઈ આવ્યો હોય ??? એ નિષ્ઠુર જનેતા સામે સમગ્ર પંથકમાં ફીટકારની લાગણી ફેલાઈ છે. જયારે યોગ્ય સમયે મદદે પહોચેલ ૧૦૮નાં ઇએમટી રસીલાબા અને પાયલોટ મેહુલભાઈની ટીમને ઠેરઠેરથી અભીનંદન મળી રહ્યા છે.