જામનગર : એકાએક આવી ચડેલા રોજડાને બચાવી લીધું પણ ડમ્પર ચાલકે જીવ ગુમાવ્યો, શોક

0
1366

જામનગર :  જોડિયા તાલુકાના કુન્નડ ગામ નજીક ચાર દિવસ પૂર્વે મોડી એક ડમ્પર આડે એકાએક રોજડું ઉતરતા સર્જાયેલ અકસ્માતમાં ડમ્પર ચાલક યુવાનનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું છે.

જોડિયા નજીક કુન્નડ ગામે ગત તા. 31મીના રોજ રાત્રે સાડા દસેક વાગ્યે જામનગર તરફથી જોડિયા તરફ જઈ રહેલ જીજે ૦૩ બીવી ૦૦૧૮ નંબરના ડમ્પર આજે એકાએક નીલ ગાય આવી ગઈ હતી. આ નીલગાયને બચાવવા જતા ડમ્પર નીચે ઉતરી ગયું હતું. જેને લઈને ડમ્પર રોડ સાઈડમાં ઉતરી ગયું હતું. આ બનાવમાં જોડીયામાં દલનો વાસમાં રહેતા ડમ્પર ચાલક અશોકસિંહ સરદારર્સિંહ પરમાર ઉ-૩૦ વાળા યુવાનને પેટના ભાગે અને માથાના ભાગે ઇજા પહોચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જોડિયા પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here