રીટાયર dyspના પુત્રનો પત્ની અને બે પુત્રીઓ સાથે સામુહિક આપઘાત ? કુતરાને પણ ગોળી મારી, પાછળ છૂટ્યા આ સવાલો

0
2388

જામનગર : ભાવનગર ખાતે રહેતા અને બિલ્ડીંગ કન્ટ્રકશન સાથે સંકળાયેલ નિવૃત ડીવાયએસપીના પુત્રએ પત્ની અને બે પુત્રીઓના મૃતદેહ મળી આવતા સનસનાટી મચી જવા પામી છે. ચાર વ્યક્તિ ઉપરાંત  પાલતું કુતરાને ગોળી મારી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ બનાવ સામુહિક આપઘાતનો હોવાની થીયરી પર પોલીસ હાલ ધ્યાન કેન્દ્રિત કર્યું છે પરંતુ સમગ્ર સમાજને હચબચાવી દેનાર આ બનાવ અનેક સવાલ છોડી ગયો છે.

ભાવનગરથી આજે સાંજે સામુહિક આપઘાતનો બનાવ સામે આવતા રાજ્યભરમાં સનસનાટી મચાવી દીધી છે. વિજયરાજનગરમાં રહેતા નિવૃત ડીવાયએસપી નરેન્દ્રસિંહ જાડેજાના કન્ટ્રકશન વ્યવસાય સાથે જોડાયેલ પુત્ર પૃથ્વીરાજસિંહ જાડેજા, તેમના પત્ની બીનાબા, ૧૮ વર્ષીય પુત્રી નંદીનીબા અને ૧૧ વર્ષીય પુત્રી યશસ્વીબાના મૃતદેહ ઘરમાંથી લોહીથી લથબધ હાલતમાં મળી આવ્યા હતા. ચારેય સભ્યોએ રિવોલ્વરમાંથી  છુટેલ ગોળીથી જ મૃત્યુ  નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે સ્થનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર પહોચ્યો હતો. બીજી તરફ આ ચાર મૃતદેહ ઉપરાંત તેમના પાલતું કુતરાનો મૃતદેહ પણ ગોળી ધરબેલી હાલતમાં મળી આવ્યો હતો.

સુત્રોના જણાવ્યા અનુસાર જાડેજા પરિવાર મૂળ જામનગર જીલ્લાના કાલમેઘડા ગામનો છે. નિવૃત પોલીસ અધિકારી નરેન્દ્રસિંહ હાલ ગામડે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. મૃતક પૃધ્વીરાજસિંહ માં કન્ટ્રકશન નામે બાંધકામ અને જમીન મકાનનો વ્યવસાય કરતા હોવાની વિગતો જાણવા મળી છે. આ બનાવ પૂર્વે પૃથ્વીરાજે મિત્રોને મોબાઈલ મેસેજ કરી આ વારદાતને અંજામ આપ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોતે આત્મહત્યા કરી રહ્યા છે એવા મેસેજ મિત્રોને સંદેશ પાઠવી જાણ કર્યા બાદ ચારેયના મૃતદેહ રહેણાંક સ્થળેથી મળી આવ્યા હતા. જો કે એક જ રિવોલ્વરમાંથી ચાર વ્યક્તિ અને એક કુતરાના મોત અનેક સવાલો છોડી ગયા છે. એક જ રિવોલ્વરમાંથી સામુહિક આપઘાત ? ફાયરીંગ કોને કર્યું ? પ્રથમ કોને ગોળી મારી ? આત્મહત્યા કરવા પાછળનું કારણ શું ? આ બનાવ આપઘાતનો છે કે પછી હત્યાનો ? આવા અનેક સવાલ ઉદભવ્યા છે. ત્યારે પોલીસે દ્વારા હાલ આ તમામ મુદ્દાઓનો કયાસ કાઢવા તપાસ હાથ ધરવામાં આવી છે. પારિવારિક કંકાસ કે ધંધાની આર્થિક બાબતોને લઈને આ બનાવ બન્યો છે કે કેમ તે પણ પોલીસ ચકાસણી કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here