મહાજંગ : મહાનગરપાલિકામાં કોણ મારશે બાજી ? બુકી બજારમાં કોણ છે ફેવરીટ ? કોણ સતા સંભાળશે ? જાણો

0
787

જામનગર : જામનગર મહાનગરપાલિકાની ચુંટણીમાં ગત ટર્મની સરખામણીમાં આ વખતે ઓછુ મતદાન નોંધાયું હતું. શહેરના મતદારોમાં જાણે ચુંટણીમાં રસ જ ન હતો. પરિણામે ચુંટણીનો નિરશ માંહોલ રહ્યો હતો. સ્થાનિક સમસ્યાઓ અને આયાતી ઉમેદવારો તેમજ તમામ વર્ગને કનડતા મોંઘવારી સહિતના મુદ્દાઓ પણ અસરદાર બન્યા હતા. સાથે સાથે કોરોનાના ડરને લીધે પણ મતદારોએ મતદાન કરવાનું ટાળ્યું હતું. ધીમુ મતદાન થતુ હોય જે વાતની ગંભીરતાને લઇને ભાજપના રાજ્ય મંત્રી સહીનાઓએ મેદાનમાં ઉતરવું પડ્યો હતું અને વધુ મતદાન કરાવવા માટે કાર્યકરોની ફોજ કામે લગાડી હતી. ખાસ કરીને ઓછા મતદાન માટે ભાજપના સિનિયર અને અસંતુષ્ટો તેમજ જેની ટિકીટ કપાઇ છે તેવા દાવેદારો તેમજ એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં ઉમેદવાર મુકાતા સ્થાનિક કક્ષાના કાર્યકરોમાં નારાજગી અને નિષ્ક્રિયતા ઓછા મતદાન માટે અસર કારક બની હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.

જામનગર મહાનગરપાલિકાની ચુંટણીના પ્રચાર વખતે ભાજપના જોરદાર શકિત પ્રદર્શન રહ્યું હતું. પરંતુ ત્યારબાદ મતદાનના દિવસે ચિત્ર કંઇક ઉલ્ટુ જ જોવા મળ્યું હતું. જામનગરના ભાજપના ગઢ ગણાતા વોર્ડ.નં.3, વોર્ડ.નં.5, વોર્ડ.નં.6-7-8-9-10-13-14 વિસ્તારોમાં ઓછુ મતદાન થતુ હોય, શહેર ભાજપના આગેવાનોને મતદાન વધારવા માટે થઇને જુદા-જુદા વિસ્તારોમાં જવાબદારી સોંપવામાં આવી હતી. એટલુ જ નહી રાજયના મંત્રી આર.સી.ફળદુ અને રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમજ સાંસદ પૂનમબેન માડમ પણ મેદાનમાં આવ્યા હતા.  વિકાસ અને હિન્દુત્વનો મુદો કેટલો અસરકારક બનવો જોઇએ તે બન્યો ન હતો અનેક વોર્ડોમાં સ્થાનિક ઉમેદવારો ન હોય જેથી પેઇઝ પ્રમુખો સહિતની કમિટિઓ પણ મતદાન માટે થઇને જોઇએ તેટલી સકિ્રય રહી ન હતી અનેક પછાત વિસ્તારોમાં મતદાન વધ્યું હતું. પરંતુ મતદારોમાં જાગૃતિનો અભાવ હોય જેથી ચાર મતના બદલે માત્ર સીંગલ વોટીંગ થયું હોવાનું પણ જાણવા મળે છે. રજાનો દિવસ હોવા છતા મતદારોએ મતદાન કરવાના બદલે ઘરમાં પુરાઇ રહ્યા હોવાનું મુનાસિબ માન્યું હતું. ભાજપે મતદારોને આર્કષવા માટે જે મુદાઓ આપ્યા હતા. તે અસરકારક મતદાનના દિવસે  રહ્યા નથી. જો કે, ઓછુ મતદાન થવા બાબતે રાજકીય પંડિતો પણ ચોંકી ઉઠયા છે. ઓછા મતદાનને લઇને બુકીઓ પણ અનુમાન રાજકીય રીતે લગાવતા થયાનું જાણવા મળે છે. જામનગરમાં મતદાન બાદ સટ્ટા બજારમાં ભાવમાં પણ વધ ઘટ થઇ છે. ચુંટણી પહેલા બુકીઓએ જામનગર મહાનગરપાલિકાની ચુંટણીમાં 40 થી 42 બેઠક ભાજપની મળશે તેવુ અનુમાન લગાવેલ હતું.  જામનગર મહાનગરપાલિકાની ચુંટણીમાં મતદાન બાદ બુકીઓએ હવે ભાજપને 44 સીટો આવશે તેવુ અનુમાન દર્શાવી રહ્યા છે. બુકી બજારમાં ભાજપની સાત પેનલોનો ભાવ બોલાઇ રહ્યો છે.  બુકી બજારમાં ભાજપનો ભાવ સતત નીચે આવતા ભાજપની જીત નિશ્ર્ચિત હોવાના ગણિત મંડાઇ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here