ભાણવડ : આંબરડી ગામે શંકાસ્પદ હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો, હત્યા, આત્મહત્યા કે અકસ્માત?

0
370

જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકાના આંબરડી ગામે એક યુવાનનો શકાસ્પદ હાલતમાં મૃતદેહ  મળી આવતા સનસનાટી મચી જવા પામી છે. કુવામાંથી મળી આવેલ મૃતદેહનો કબજો સંભાળી  પોલીસે પોસ્ટ મોર્ટમ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભાણવડ પંથક સહીત દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ચકચારી બનેલા બનાવની વિગત મુજબ, ભાણવડ તાલુકાના આંબરડી ગામે રહેતા ભીખાભાઈ  સાદિયા નામના યુવાન એકાએક ગુમ થઇ ગયા બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. કુવામાંથી મળી આવેલ યુવાનના મૃતદેહ અંગે જાણ થતા ભાણવડ પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. પોલીસે મૃતદેહને બહાર કાઢી હોસ્પિટલ ખસેડી પેનલ ડોકટરની ટીમ દ્વારા પીએમ વિધિ કરાવવા તજવીજ શરુ કરી હતી. આ બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો ? કે પછી આપઘાતનો ? આ બાબતનો તાગ મળ્યો નથી પરંતુ યુવાનના મૃત્યુના પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પોલીસે આ બનાવને શંકાસ્પદ ગણાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here