ભાર વગરનું ભણતર કે ભણતરનો ભાર ? વધુ એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો

0
297

જામનગર અપડેટ્સ : લાલપુર તાલુકાના કરાણા ગામે રહેતા એક પરિવારના ૧૬ વર્ષીય પુત્રએ ગળાફાસો ખાઈ જીવાદોરી ટુકાવી લીધી  છે. અભ્યાસની ચિંતાથી તંગ આવી ગયેલ વિદ્યાર્થીએ આ પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે.

જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના કરાણા ગામે રહેતા યસ મુકેસભાઈ રાઠોડ ઉવ ૧૬ નામના તરુણએ ગઈ કાલે ગલાફાસો ખાઈ જીવાદોરી ટુકાવી લીધી હતી. મૃતક અભ્યાસ અંગેની અવારનવાર ચીંતા કરતો હતો એમ તેના ભાઈએ નિવેદન આપી અંતે આ જ ચિંતામાં ગઈ કાલે તેણે પોતાના મકાને રૂમ બંધ કરી ગળે ફાસો ખાઈ જીવતરનો અંત આણ્યો હતો. જો કે પરિવારે તરુણને બેસુધ્ધ હાલતમાં જામનગર ખસેડ્યો હતો. સારવાર મળે તે પૂર્વે તેમનું મૃત્યુ નીપજતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here