જામજોધપુરમાં કોંગ્રેસ-આપ છોડી અનેક આગેવાનોએ કેસરિયા કર્યા

0
2103

જામનગર: જામજોધપુર બેઠકમાં ફરી વખત કેસરિયો છવાઈ જશે કારણ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને રામ રામ કરી સંખ્યાબંધ આગેવાનો અને કાર્યકરોએ ભાજપનો ખાસ ધારણ કરી લઈ પ્રચાર ઝુંબેશમાં ઝંપલાવી દીધું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સાતસો ઉપરાંત આગેવાનો કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કરી લેતા વધુ એક વખત પૂર્વ કૃષિ મંત્રી ચીમનભાઈ સાપરિયા વિજય તરફ અગ્રેસર બન્યા છે.

જમતુપુર બેઠક પર ભાજપે પૂર્વ કૃષિ મંત્રી ચીમનભાઈ સાપરિયા ને ફરી વખત ઉમેદવાર બનાવતા ની સાથે જ ભાજપનો વિજય નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે ત્યારે આ વિજયમાં વધુ એક છોગુ ઉમેરાયું છે. ભાજપના ઉમેદવાર ચીમનભાઈ સાપરિયા સાથે પાટીદાર ઉપરાંત તમામ જ્ઞાતિ અને સમાજો જોડાયા છે. દરેક સમાજના આગેવાનો અને સમાજના દરેક મતદારોએ ચીમનભાઈ ને ફરી વખત ગાંધીનગર મોકલવાનો નિર્ધાર કર્યો હોય ત્યાં જનસંપર્ક કાર્યક્રમોમાં મળેલા અદમ્ય ઉત્સાહ પરથી સાબિત થયું છે. ચોતરફ ભાજપના ફેલાયેલા વંટોળીયા વચ્ચે કોંગ્રેસના જિલ્લા મહામંત્રી અને જામજોધપુર પટેલ સમાજના પ્રમુખ યુવા નેતા હિરેનભાઈ ખાંટ તેમના સમર્થકો સાથે તેમજ જામજોધપુર નગરપાલિકાના કોર્પોરેટરો સાથે જામજોધપુર કોંગ્રેસની વિવિધ જવાબદારી સંભાળતા મુખ્ય હોદેદારો અને સંખ્યાબંધ કાર્યકર્તાઓએ કોંગ્રેસ છોડી ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. આ તમામ આગેવાનોએ ભાજપની વિચારધારા સાથે જોડાઇ કેસરિયા ખેસ ધારણ કર્યા છે.

ખરીદ વેચાણ સંઘના પૂર્વ પ્રમુખ તથા માર્કેટિંગ યાર્ડના પૂર્વ ડાયરેક્ટર ક્રિપાલસિંહ જાડેજા (અતુલસિંહ) તેમજ આમ આદમી પાર્ટીના જિલ્લાના ઉપપ્રમુખ પ્રતિપાલસિંહ જાડેજા , જિલ્લાના યુવા ઉપપ્રમુખ મયુરસિંહ જાડેજા તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ ચીમનભાઈ સાપરિયાને જંગી બહુમતીથી વિજય અપાવવા આહવાન કર્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો એ ભાજપ માં પ્રવેશ કરતા જ ચીમનભાઈ સાપરિયાનો વિજય રથ ગતિએ આગળ વધી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here