પ્રચંડ જનસમર્થન: ઉચ્ચ પ્રતિભા-સરળ વ્યક્તિત્વ એટલે પ્રવીણ મુસડીયા

0
1647

છેલ્લા પાંચ વર્ષમાં અનેક વિકાસકાર્યો તેમજ જન-જન સુધી પહોંચી પ્રચંડ જન સમર્થન ધરાવતા પ્રવીણભાઈ મુસળીયાને કોંગ્રેસે ફરી રીપીટ કરી કાલાવડ બેઠકના ઉમેદવાર બનાવ્યા છે. પાંચ વર્ષના ગાળા દરમિયાન વિકાસના વાવેલા કાર્યો પાકી ગયા છે અને હવે લણણીનો સમય થઈ ચૂક્યો છે. છેવાડાના ગામડા સુધી પહોંચેલો આ સામાન્ય માણસ ધારાસભ્ય બનવા છે સાવ સામાન્ય રહ્યા છે. ત્યારે ફરી એક વખત જનતાએ તેમની પર પસંદગીનો કળશ ઢોડવાનો સંકલ્પ કર્યો હોય તેમ ગામેગામથી પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે.

છેલ્લા પાંચ વર્ષથી સતત દોડતા અને કાર્યશીલ એવા કાલાવડ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય પ્રવીણ મુસડીયા પર કોંગ્રેસે ફરી વિશ્વાસ મૂકી ઉમેદવાર જાહેર કર્યા છે. લોકોની વચ્ચે રહી લોકોની વેદના જાણી, આ વેદનાને વાચા આપવાનો સતત પ્રયાસ કરનાર પ્રવીણભાઈએ પાંચ વર્ષમાં વર્ષો પૂર્વેના પેન્ડિંગ કામો કર્યા છે એ નિર્વિવાદિત બાબત છે. સામાન્ય જનતા થી માંડીને તમામ વર્ગમાં લોકલાડીલા બની ગયેલા પ્રવીણભાઈની પાંચ વર્ષની કાર્ય પ્રણાલી પર નજર નાખીએ તો, અઢીસો કરોડ ઉપરાંતની રકમના વિકાસ કાર્યોની ભેટ કાલાવડ વિધાનસભા બેઠક પરના વિસ્તારોને આપી છે. અગાઉના 42 વર્ષના ઇતિહાસમાં એક પણ ધારાસભ્ય દ્વારા આટલી જંગી રકમના કાર્યો નથી થયા જે પ્રવીણભાઈએ કરીને બતાવ્યા છે.


આરોગ્ય, શિક્ષણ, ખેતીવાડી કે ખેડૂતના પ્રશ્નો હોય પ્રવીણભાઈ હર હંમેશ આગળ રહ્યા છે અને સરકાર સમક્ષ સચોટ રજૂઆતો કરી છે વારેવારે વિધાનસભામાં ગરીબ માણસોથી લઈ ખેડૂતોના પ્રશ્નોને વાચા આપી છે ત્યારે કાલાવડ વિધાનસભાની જનતાએ પ્રવીણભાઈને ફરી વખત ગાંધીનગર મોકલવાનો સંકલ્પ કરી લીધો હોય તેમ તેઓને પ્રચંડ સમર્થન સાંભળી રહ્યું છે. જ્યારથી ઉમેદવારી જાહેર થઈ છે ત્યારથી પ્રવીણભાઈએ લગભગ બેઠક પરના 200 ગામડાઓ પૈકી મોટાભાગના ગામોની રૂબરૂ મુલાકાત લીધી છે. તમામ મુલાકાત વખતે ગ્રામજનોએ તેઓને ઉત્સાહભેર આવકાર્યા છે.

કાલાવડ બેઠક પર બે શહેર અને 200 ઉપરાંત ગામો આવેલા છે. આ ગામડાઓની દરેક સમસ્યાથી વાકેફ એવા પ્રવીણભાઈએ એક એક સમસ્યા ઉકેલવા સચોટ વાયદાઓ કર્યા છે. જેને લઈને પ્રજાનો વિશ્વાસ સંપાદન થયો છે. જનતાના અદમ્ય ઉત્સાહ અને આવકારને લઈને પ્રવીણભાઈનો વધુ એક વખત વિજય નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here