લેન્ડગ્રેબિંગ: બે ભાઈઓએ યુવાનનું ઘર પચાવી પાડ્યું

0
810

જામનગરમાં આણંદાબાવાના ચકલા વિસ્તારમાં રહેતા એક પરિવારના આસરા પર કબજો જમાવી લેનારા બે ભાઈઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.  એક વર્ષમાં બંને ભાઈઓએ દબાણ કરી જગ્યા ખાલી નહિ કરતા યુવાને ફરિયાદ નોંધાવી છે.

જામનગરમાં આંણદાબાવા ચકલા વિસ્તારમાં પગલા શેરી આંણદાબાવાનો ચોક શાંન્તી ભુવન જૈન દેરાસર સામે આવેલ સીટી સર્વે વિસ્તારના મુખ્ય ભાગ-બી ના શીટ નં-૩ ના સી.સ.નં-૨૧૨ ની ચો.મી.૩૭.૪૦ વાળી જગ્યા હાલ જુનાગઢમાં ગીરીરાજ એપાર્ટમેન્ટ ત્રીજો માળ છાંયા બજાર પાસે હવેલી ગલી જુનાગઢ  ખાતે રહેતા કલ્પેશભાઈ કિશોરચંદ મહેતાની માલિકીની છે. આ જગ્યા પર જુન-૨૦૨૧  ૦૧/૦૬/૨૦૨૧ થી ૧૦/૦૬/૨૦૨૧ સુધીમાં ધર્મેશભાઇ ભગવાનજીભાઇ દાઉદીયા ઉર્ફે ભુરાભાઇ હકાભાઇ દાઉદીયા અને તેના ભાઈ કમલેશ ભગવાનજીભાઇ દાઉદીયા ઉર્ફે બંસીભાઇ હકાભાઇ દાઉદીયાએ દબાણ કરી લીધી છે.

 જૈન યુવાનના કાયદેસરની માલીકીના મકાનમાં ગેર કાયદેસર કબ્જો જમાવી, આ મકાન પચાવી પાડવા અંગે યુવાને વહીવટી તંત્રને અરજી કરી હતી. જેના પગલે કમિટીએ સર્વે કરી ફરિયાદનો  આદેશ આપ્યો હતો. જેને લઈને સીટી એ ડીવીજન પોલીસે બંને સખ્સો સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) વિધેયક-૨૦૨૦ની કલમ-4(1),4(2),4(3) તથા કલમ-5(C) મુજબ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here