ચોર: બે વર્ષમાં આ બંને શખ્સોએ 30 સ્થળોએ આચરી છે ચોરીઓ

0
1371

જામનગર સહિત રાજ્યભરમાં એક બાદ એક 30 ચોરીઓ આચરનાર તસ્કર બેલડીને પોલીસે પકડી પાડી છે. બંને શખ્સોને કબજામાંથી ચોરી કરાયેલ મુદામાલ મળી આવ્યો છે.

જામનગર સહિત રાજ્યભરમાં અનેક ચોરીઓ આચરનાર બે શખ્સો દરેડ ગામના ખોડીયાર માતાજીના મંદિર પાસે ઉભા હોવાની ફકિકત મળતા એલસીબી પોલીસે આ દિશામાં કાર્યવાહી કરી હતી. જેમાં રાજેશ રમેશભાઇ જાંજુવાડીયા અને રવી અશોકભાઇ રાઠોડ રહે.ધરાનગર, જામનગર વાળા બંને શખ્સો મળી આવ્યા હતા. પોલીસે બંને પાસેથી શંકાસ્પદ મુદ્દામાલ મળી આવતા આકરી પૂછપરછ કરી હતી. જેમાં એક પછી એક 30 ચોરી કબૂલ કરી હતી.

કોણ છે આરોપીઓ ??

આરોપી (૧) રાજેશ રમેશભાઇ જીંજુવાડીયા રહે.ધરાનગર-૨, જામનગર (ર) રવી અશોકભાઇ રાઠોડ રહે.ધરાનગર -૧ સલીમબાપુના મદ્રસા પાસે જામનગરબન્ને આરોપીઓએ બે વર્ષમાં આચરેલી 30 ચોરીઓ

(૧)આજથી બે વર્ષ પહેલા રવિ રાઠોડ તથા ધવલ જજુવાડીયા બન્નેએ મળી જામનગર તાલુકાના દરેડ જી.આઇ.ડી.સી માં શીવ હોટલની સામે એક ઝુંપડામાંથી ચાંદીનુ કડુ આશરે ૩૦૦ ગ્રામની ચોરી કરેલ
(૨) આજથી દોઢ વર્ષ પહેલા રાજેશ જીજુવાડીયા તથા રવિ રાઠોડ બન્નેએ મળી રાજકોટ તાલુકાના ખેરવા ગામ પાસે મકાનમાથી સોના દાગીના આશરે યાર તોલા તથા રોકડ રૂ. ૩૫,૦૦૦/- ની ચોરી કરેલ.
(3) આજથી દોઢ વર્ષ પહેલા રવિ રાઠોડ તથા ધવલ જિંજુવાડીયા બન્નેએ મળી જામનગર ધરારનગર સાત નાળા પાસે ઝુંપડામાંથી એક ઇન્ટેકસ કંપનીનો મોબાઇલ ફોન તથા રોકડ રૂ. ૧૦૦૦/- ની ચોરી કરેલ
૪) આજથી દોઢ વર્ષ પહેલા રવિ રાઠોડ તથા ધવલ જિંજુવાડીયા બન્નેએ મળી જામનગર નાગનાથ નાકે આવેલ સ્મશાન ની બાજુમાં ઝુંપડા, ઓરડી માંથી એક મોબાઇલ ફોનની યૌરી કરેલ,
(૫) આજથી દોઢ વર્ષ પહેલા રવિ રાઠોડ તથા ધવલ જિજુવાડીયા બન્નેએ મળી જામનગર હાપા રોડ ઉપર લાલવાડી
સ્કુલ આગળ આવેલ પતરાના ઝુંપડામાંથી ઇન્ટેકસ કંપનીના મોબાઇલ ફોનની ચોરી કરેલ,
(૬). આજથી સવા વર્ષ પહેલા રાજેશ જીજુવાડીયા તથા રવિ રાઠોડ બન્નેએ મળી જામનગર તાલુકાના સુપડા ગામની
વાડીના મકાનમાંથી સોનાની દાગીના તથા રોકડ રૂપીયા ૨,000/-ની ચોરી કરેલ

(૭) આજથી આશરે સવા વર્ષ પહેલા રાજેશ જીંજુવાડીયા તથા રવિ રાઠોડ બન્નેએ મળી લાલપુર તાલુકાના ગલ્લા પેટ્રોલ પંપ પાસેના મકાનમાંથી સોનાના દાગીના તથા રોકડ રૂ.૧૦,૦૦૦/- ની ચોરી કરેલ,
(૮). આજથી આશરે સવા વર્ષ પહેલા રાજેશ જજુવાડીયા તથા રવિ રાઠોડ બન્નેએ મળી લાલપુર તાલુકાના પીપરટોડા ગામની વાડીના મકાનમાંથી રોકડ રૂ.૨૦,૦૦૦/ ની ચોરી કરેલ,
(૯)
આજથી એક વર્ષ પહેલા બપોરના સમયે રાજેશ જજુવાડીયા તથા રવિ રાઠોડ બન્નેએ મળી જામનગર તાલુકાના દરેડ જી.આઇ.ડી.સી માં મહાવીર સર્કલ પાસે આવેલ બંધ ઓરડીમાથી ચાંદીની બંગળી-૬, ચેઇન, પગમાં પહેરવાના કડલા મળી આશરે એકાદ કિલોની ચોરી કરેલ,
(૧૦) આજથી એક વર્ષ પહેલા રાજેશ જીજુવાડીયા તથા રવિ રાઠોડ બન્નેએ મળી ધ્રોલ તાલુકાના હરિપુર ગામના મકાનમાંથી સોના ના તથા ચાંદી દાગીના આશરે ૩૦૦ ગ્રામની ચોરી કરેલ,
(૧૧) આજથી એક વર્ષ પહેલા રવિ રાઠોડ તથા ધવલ જજુવાડીયા બન્નેએ મળી જામનગર તાલુકના બેરાજા ગામે આવેલ મકાનમાંથી આશરે રોકડ રૂપીયા ૩૦,૦૦૦/- ની ચોરી કરેલ
(૧૨) આજથી એક વર્ષ પહેલા રાજેશ જીંજુવાડીયા તથા રવિ રાઠોડ એ મળી રાજકોટ ચોટીલા દ્વઇવે રોડ ઉપર બાયપાસ ચોકડી વચ્ચે આવેલ મકાનમાથી ચાંદી દાગીના તથા રોકડ રૂ.૩૦,000/(૧૩) આજથી આશરે એકાદ વર્ષ પહેલા રાજેશ જીંજુવાડીયા તથા રવિ રાઠોડ બન્નેએ મળી મોરબી ના ટંકારા રોડ ઉપર એક પતરાના મકાનમાં ચાંદીના દાગીના તથા રોકડ રૂ.૧૦,૦૦૦/- ની ચોરી કરેલ
(૧૪) આજથી એકાદ વર્ષ પહેલા રાજેશ જીંજુવાડીયા તથા રવિ રાઠોડ બન્નેએ મળી મોરબીના ટંકારા રોડ ઉપર એક બંધ મકાનમાંથી સોના તથા ચાંદીના દાગીના તથા રોકડ રૂ.૪૦,૦૦૦/- ની ચોરી કરેલ
(૧૫) આજથી એકાદ વર્ષ પહેલા રાજેશ જીજુવાડીયા તથા રવિ રાઠોડ એ મોરબી થી માળીયા રોડ ઉપર અલગ અલગ બે મકાનમાં તાળા તોડી રોકડ રૂ.૩૩,૦૦૦/-ની ચોરી કરેલ
(૧૬) આજથી આશરે એકાદ વર્ષ પહેલા રાજેશ જીંજુવાડીયા તથા રવિ રાઠોડ એ કાલાવડ થી જામકંડોરણા રોડ ઉપર મુરીલાના પાટીયા આજુબાજુ એક ઓરડીમાંથી તેનો દરવાજો ખોલી રોકડ રૂ.૭000/- ની ચોરી કરેલ
(૧૭) આજથી એકાદ વર્ષ પહેલા રાજેશ જીંજુવાડીયા તથા રવિ રાઠોડ એ જુનાગઢ થી. ઉના જતા રોડ ઉપર આવેલ મકાનની ઓરડીમાંથી રોકડ આશરે રૂ.૫૦૦૦/- ની ચોરી કરેલ,
(૧૮) આજથી એકાદ વર્ષ પહેલા રાજેશ જીજુવાડીયા તથા રવિ રાઠોડ એ દેવભૂમિ દ્વારકા ના ખંભાળીયા થી દ્વારકા તરફ જતા પાંચેક કિ.મી. તરફ ખુલ્લા મકાનમાંથી રોકડ રૂ.૫૦૦૦/- ની ચોરી કરેલ
(૧૯) આજથી એકાદ વર્ષ પહેલા રાજેશ જીજુવાડીયા તથા રવિ રાઠોડ એ બન્ને એ સાથે મળી ચંગા થી રીલાયન્સ જવાના રોડ ઉપર એક વાડીની ઓરડીમાથી રોકડ રૂપીયા આશરે ૧૦,૦૦૦/-ની ચોરી કરેલ હતી
(૨૦) આજથી એકાદ વર્ષ પહેલા રાજેશ જીંજુવાડીયા તથા રવિ રાઠોડ એ બન્ને એ સાથે મળી મોખાણા ગામ જવાના રસતે ખીમલીયા ની સીમા એક વાડીની ઓરડીમાથી રોકડ રૂપીયા આશરે ૭,૦૦૦/-ની ચોરી કરેલ હતી
(ર૧) આજથી અગીયાર મહિના પહેલા રાજેશ જીંજુવાડીયા તથા રવિ રાઠોડ એ મળી જોડીયા તાલુકાના હડિયાણા ગામે આવેલ મકાનમાથી ચાંદીના દાગીના તથા રોકડ રૂ.૨૦૦૦/- ની ચોરી કરેલ,
(૨૨) આજથી અગીયાર મહિના પહેલા રાજેશ જીજુવાડીયા તથા રવિ રાઠોડ એ જોડીયા તાલુકાના હડિયાણા ગામના મકાનમાંથી સોના તથા ચાંદી ના દાગીના તથા રોકડ રૂ.૫000/- ની ચોરી કરેલ
(૨૩) આજથી અગીયાર મહિના પહેલા રવિ રાઠોડ તથા ધવલ જજુવાડીયાએ જામનગર તાલુકાના હર્ષદપુર ગામના મકાનમાથી રોકડ રૂપીયા ૬૦,૦૦૦/- ની ચોરી કરેલ
(૨૪) આજથી અગીયાર મહિના પહેલા રાજેશ જીંજુવાડીયા તથા રવિ રાઠોડ એ લાલપુર તાલુકાના વડપાંચસરા ગામના પેટ્રોલ પંપ પાસે મકાનમાંથી આશરે ૧૫૦ ગ્રામ ચાંદીના દાગીના ની ચોરી કરેલ
(૨૫) આજથી નવ મહિના પહેલા રાજેશ જીંજુવાડીયા તથા રવિ રાઠોડ એ જામનગર તાલુકાના વિજરખી ગામે આવેલ મકાનમાથી રોકડ રૂ.૧૦,૦૦૦/- ની ચોરી કરેલ
(૨૬) આજથી છ મહિના પહેલા રવિ રાઠોડ તથા રાજેશભાઇ જીજુવાડીયા એ જામનગર તાલુકાના નાઘેડી ગામની વાડી વિસ્તાર કેનાલ કાઠે આવેલ બંધ મકાનમાથી ચાંદી ના દાગીના આશરે દોઢ કિલો ચાંદીની ચોરી કરેલ,
(૨૭) આજથી આઠ મહિના પહેલા રાજેશ જીજુવાડીયા તથા રવિ રાઠોડ એ લાવડીયા ગામના ના પાટીયા પાસેના મકાનમાંથી સોના ના દાગીના તથા રોકડ રૂ.૨૦૦૦/- ની ચોરી કરેલ
(૨૮) આજથી એકાદ મહિના પહેલા રાજેશ જજુવાડીયા એ મોટી ખાવડી રીલાયન્સના ગેઇટના પાકીંગ પાસેથી એક હીરો હોન્ડાની ચોરી

(૨૯) આજથી પંદર દિવસ પહેલા રાજેશ જીજુવાડીયા એ તેમના મીત્રો સાથે મળી ધ્રાફા ગામની વાડીમાં આવેલ મકાનના
કબાટમાંથી રોકડ રૂ ૧૫,૦૦૦/- ની ચોરી કરેલ હતી.
(૩૦) આજથી પંદર દિવસ પહેલા રાજેશ જીંજુવાડીયા એ જામનગર શહેરમાં સમર્પણ સર્કલ પાસે પાર્કીગમાં રાખેલ કાળા
કલરના સ્પેલન્ડર મો.સાની ચોરી કરેલ હતી

કેવી છે મોડેશ ઓપરેન્ડી ??

આરોપીઓ દિવસ દરમ્યાન રોડ ઉપર આવેલ મકાન તેમજ ગામ નજીકની વાડીમા
આવેલ મકાન ના તાળા તોડી ચોરીને અંજામ આપતા હતા

શુ શુ કબ્જે કરાયું ???

બંને શખ્સોના કબજામાંથી સોનાના દાગીના ૧૫ ગ્રામ કિ.રૂ. ૭૦,૦૦૦/- (ર) ચાંદીના દાગીના આશરે ૨૪૦૦ ગ્રામ કિ.રૂ.૧,૩૩,૦૦૦/ મળી કુલ-૨,૦૩,૦૦૦ નો મુદામાલ કબજે કરાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here